ગજબની વિકસિત કરી ટેક્નિક, એકવાર ચાર્જ કરતાં 800 KM દોડશે ઈલેક્ટ્રિક વ્હીકલ

વાયુ પ્રદૂષણના વધતા જતા સ્તર અને ઓઈલ કંપનીમાં થનાર વધારાને ધ્યાનમાં રાખતા હાલમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહી છે. તેની એક બાનગી ઓટો એક્સપો 2018માં પણ જોવા મળી જ્યારે વાહનોના આ મેળામાં ઈલેક્ટ્રિક બાઈક, ઈલેક્ટ્રિક કાર ઉપરાંત વિજળીથી ચાલનાર બસ પર રજૂ કરવામાં આવી.

ગજબની વિકસિત કરી ટેક્નિક, એકવાર ચાર્જ કરતાં 800 KM દોડશે ઈલેક્ટ્રિક વ્હીકલ

વોશિંગ્ટન: વાયુ પ્રદૂષણના વધતા જતા સ્તર અને ઓઈલ કંપનીમાં થનાર વધારાને ધ્યાનમાં રાખતા હાલમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહી છે. તેની એક બાનગી ઓટો એક્સપો 2018માં પણ જોવા મળી જ્યારે વાહનોના આ મેળામાં ઈલેક્ટ્રિક બાઈક, ઈલેક્ટ્રિક કાર ઉપરાંત વિજળીથી ચાલનાર બસ પર રજૂ કરવામાં આવી. પરંતુ વિજળીથી ચાલનાર વાહનોની કલ્પના વ અછે ઘણીવાર ચાર્જ કરવા અને ચાર્જ કર્યા બાદ લાંબું અંતર ન કાપવાની સમસ્યા વિશે વાત થાય છે. થોડા દિવસો પહેલાં હ્યુંડાઈની ઈલેક્ટ્રિક કાર કોના (hyundai kona) વિશે મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આ એકવાર ચાર્જ થતાં 300 કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે. કોનાના સમાચારને વાચકો દ્વારા જોરદાર પ્રક્રિયા કરી છે. 

લિથિયમ-આયન બેટરીથી 10 ગણો વધુ પાવર
ઈલેક્ટ્રિક વાહનોના એકવાર ચાર્જ કર્યા બાદ વધુ લાંબુ અંતર કપાતું ન હોવાની સમસ્યાને ધ્યાનમાં રાખતાં હવે વૈજ્ઞાનિકોએ એવી ટેક્નિક વિકસિત કરવાનો દાવો કર્યો છે જેથી એકવાર ચાર્જ કર્યા બાદ વાહન 800 કિમી સુધીનું અંતર કાપશે. એટલે કે હવે ઈલેક્ટ્રિક કાર એકવાર ચાર્જ કરતાં 800 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે. અમેરિકાની ઈલિનોઈસ યૂનિવર્સિટીના શોધકર્તાઓનું કહેવું છે કે લિથિયમ-એયર બેટરી વર્તમાનમાં ઉપયોગ થઇ રહેલા લિથિયમ-આયન બેટરીના મુકાબલે 10 ગણી ઉર્જા સંગ્રહિત કરી શકે છે. સાથે જ આ વજનમાં પણ હલકી છે. જોકે અત્યારે તેને વિકસિત કરવાની પ્રક્રિયા પ્રાયોગિક તબક્કામાં છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લિથિયમ-એઅર બેટરી વધુ અસરકારક છે અને 2 D વસ્તુઓથી બનેલા કેટલિસ્ટોને સામેલ કરવાની સાથે જ તે વધુ ચાર્જ પણ ઉપલબ્ધ કરાવી શકે છે. આ કેટાલિસ્ટ બેટરીની અંતર થનારી રાસાનિક પ્રતિક્રિયાના દરને તેજ કરી શકે છે અને જે પ્રકારના પદાર્થથી આ કેટાલિસ્ટ બને છે, તેના આધાર પર તે ઉર્જાને સંગ્રહિત કરવા તથા ઉર્જા ઉપલબ્ધ કરાવવાની બેટરીની ક્ષમતાને મહત્વપૂર્ણ રીતે વધારવામાં મદદ કરી શકે છે. 

વૈજ્ઞાનિકોએ એવી ઘણી 2 D વસ્તુઓનું સંશ્લેષણ કર્યું જે કેટાલિસ્ટ તરીકે કામ કરી શકે છે અને પાયાની પારંપરિક કેટાલિસ્ટોથી મિક્સ કરીને તૈયાર કરવામાં આવી લિથિયમ-એયર બેટરીના મુકાબલે આ કેટાલિસ્ટોથી બનેલી બેટરી 10 ગણી વધુ ઉર્જા સંગ્રહિત કરી શકે છે. આ રિસર્ચ 'એડવાન્સડ મટેરિયલ્સ' મેગેજીનમાં પ્રકાશિત થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news