નિર્ભયા કેસ: સુપ્રીમનો ચુકાદો યોગ્ય, નિર્ભયાના માતા પિતાએ માન્યો આભાર

સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અને રિવ્યૂ પિટિશન ફગાવવાથી દેશમાં એક દાખલો બેસશે, આ પ્રકારનાં અપરાઘ પણ ઘટશે

નિર્ભયા કેસ: સુપ્રીમનો ચુકાદો યોગ્ય, નિર્ભયાના માતા પિતાએ માન્યો આભાર

નવી દિલ્હી : નિર્ભયાનાં ચારમાંથી 3 દોષીતોની ફાંસીની સજાની વિરુદ્ધ દાખલ રિવ્યુ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય અંગે નિર્ભયાનાં માતા - પિતાએ ખુશી વ્યક્ત કરી છે. સુનવણી દરમિયાન નિર્ભયાના માં અને પિતા પણ કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. ચુકાદા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ દોષીતોને ફાંસીના ફંદા સુધી પહોંચતા જોવા માંગે છે. 

— ANI (@ANI) July 9, 2018

ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા નિર્ભયાનાં પિતા બદ્રીનાથ સિંહે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 6 વર્ષથી અમે તે જ દિવસની રાહ જોઇ રહ્યા છીએ જ્યારે અમારી પુત્રીના દોષીતોને ફાંસીના તખ્તા પર લટકાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, અમે શરૂઆતથી જાણતા હતા કે રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે, પરંતુ હવે આગળ શું ? તેમણે ઘણોબધો સમય ગુમાવી દીધો છે, જો કે મહિલાઓની સુરક્ષા પર ખતરો યથાવત્ત છે. આજ અથવા કાલે તેમને ફાંસી તો થવાની જ છે. યોગ્ય છે કે તેમને ઝડપથી ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે. 

ચુકાદા બાદ નિર્ભયાની માં આશા દેવીએ કહ્યું કે, મારી પુત્રીની સાથે ક્રુરતા થઇ તેણે સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે. આવા ગુનેગારો સાથે કોઇ રહેમદીલી વર્તી શકાય નહી. અમે સમગ્ર પરિવાર નિર્ભયા માટે સંઘર્ષ કરનારા લોકો તમામ તરફથી માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ. હું બસ મારી પુત્રીના ગુનેગારોને ફાંસી થતા જોવા માંગુ છું. તેમણે જે કર્યું તે ક્રુર તો છે જ પરંતુ તેમને થનારી સજાનાં કારણે દેશમાં પણ એક દાખલો બેસશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news