Viral X ray: પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવાથી થઇ શકે છે કેન્સર
પાણીની બોટલોમાંથી ફ્લોરાઇડ અને ક્લોરાઇડ જેવા અનેક કેમિકલ મળી આવ્યા જે મગજને ખુબ જ નુકસાન કરી શકે છે
Trending Photos
અમદાવાદ : હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કહેવાઇ રહ્યું છે કે, પ્લાસ્ટિકની બોટલમાં રહેલુ પાણી પીવાથી તમને કેન્સર થઇ શકે છે. ઉપરાંત તેમાં કેન્સર શિવાય પણ ઘણા રોગો થતા હોવાનું જણાવાઇ રહ્યું છે. તેમાં ખાસ તાકીદ કરવામાં આવી રહી છે કે હાલની કાળઝાળ ગરમીમાં બોટલબંધ પાણી પીવાથી રોગો થવાની શક્યતાઓ બમણી થઇ જાય છે. જો કે લોકોને બિમાર કરનાર આ બોટલ બંધ પાણીની વાઇરલ સમાચારનું શું છે તથ્ય....
આ મેસેજમાં દાવો કરવામાં આવે છે કે બોટલબંધ પાણીના સેવનથી વિવિધ પેટને લગતી બિમારીઓ થાય છે. તેમાં મહિલાઓ અને પુરૂષોને લગતી બિમારીઓ છો. જો કે તેમાં મુખ્યત્વે અને ગંભીર પ્રકારની બિમારીમાં પુરૂષોને કેન્સર અને મહિલાઓને ગર્ભપાત થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટલબંધ પાણી મુદ્દે વિવિધ કંપનીઓ મોટા મોટા દાવાઓ કરતી હોય છે અને આ શુદ્ધતાનાં દાવા સાથે 15 રૂપિયાથી માંડીને હજારો રૂપિયા ગ્રાહકો પાસેથી ખંખેરતી હોય છે. શું આ બોટલબંધ પાણી જ લોકોને મારી રહ્યું છે ?
જો કે પ્લાસ્ટીક પર્યાવરણ અને માનવ માટે ખુબ જ ખતરનાક હોવાનું વર્ષોથી વિજ્ઞાન સિદ્ધ હકીકત છે પરંતુ શું બોટલબંધ પાણી પણ એટલું જ ખતરનાક છે. આ અંગે નિષ્ણાંતોને પુછવામાં તેમણે પણ તે બાબતનો સ્વિકાર કર્યો હતો કે બોટલમાં લાંબો સમય પાણી સચવાઇ રહે તો તે ઝેરી થઇ જાય છે. જે માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. બીપીએ નામનું કેમિકલ માનવ શરીર માટે નુકસાનકારક છે પરંતુ તે લાંબો સમય પાણી પ્લાસ્ટિકની બોટલમાં રહે ત્યારે ઝેરી થાય છે. બેઝીક રીતે પ્લાસ્ટીક એક કેમિકલથી બનેલી જ વસ્તું છે. લાંબો સમય તે પાણીના સંપર્કમાં રહે છે તેથી કેટલુક કેમિકલ પાણીમાં ભળી જાય છે.
મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને ગર્ભપાત અને પુરૂષોમાં કેન્સર થતું હોવાનું સંશોધન સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કનાં સંશોધનમાં પણ સામે આવ્યું હતું. આ સંશોધનમાં સમગ્ર વિશ્વમાંથી બોટલબંધ પાણી મંગાવાયું હતું. જે પૈકી 93 ટકા પાણીમાં પ્લાસ્ટીકનાં અંશો મળી આવ્યા હતા. જેથી તે સાબિત થયું કે પ્લાસ્ટીકની બોટલમાં રહેલું પાણી ખતરનાક સાબિત થઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે