વિવેક તિવારી હત્યાકાંડ: CM યોગીને મળ્યા બાદ વિવેકની પત્નીએ કહ્યું, ‘સરકાર પર વિશ્વાસ વધ્યો’
લખનાઉના ગોમતીનગરમાં પોલિસકર્મીની ગોળીથી મોતને ભેટનાર વિવેક તિવારીનો પરિવાર સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના ઘર પર મુલાકાત કરી હતી.
Trending Photos
લખનઉ/ નવી દિલ્હી: લખનાઉના ગોમતીનગરમાં પોલિસકર્મીની ગોળીથી મોતને ભેટનાર વિવેક તિવારીનો પરિવાર સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તેમના ઘર પર મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમની સાથે ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા પણ હાજર હતા. સીએમ યોગીની સાથે મુલાકાત બાદ વિવેકની પત્ની કલ્પના તિવારીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ અમારી વાતોને ગંભિરતાથી સાંભળી અને અમને મદદ કરવાનું આશ્વાશન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર પર મને પુરો વિશ્વાસ પહેલાથી જ હતો, પરંતુ હવે આ વિશ્વાર વધુ મજબુત બન્યો છે.’
ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માના જણાવ્યા મુજબ વિવેકના પરિવારને 25 લાખ રૂપિયા વળતરના રૂપમાં આપવામાં આવ્યા છે. તેમજ વિવેકની પત્ની કલ્પના તિવારીને સરકારી નોકરી પણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકારની તરફથી વિવેક તિવારીના બન્ને બાળકોના નામે 5-5 લાખ રૂપિયાની એફડી કરવામાં આવશે. તો આ સાથે વિવેક તિવારીની માતાના નામે પણ 5 લાખની એફડી કરવામાં આવશે.
વધુમાં ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું હતું કે, ‘સરકાર વિવેકના પરિવારની સાથે શરૂઆતથી જ છે, પરિવાર સિએમને મળવા માંગતો હતો, એટલા માટે આજે તેમની મુલાકાત કરવવામાં આવી હતી. મુખ્યમંત્રી ઇચ્છે છે કે બાળકોનું ભણતર, જીવન સુરક્ષિત રહે, વિવેકની માતાના નામે 5 લાખની એફડી રહેશે, બાળકોના ભણતર માટે 25 લાખની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે.’
તમને જણાવી દઇએ કે ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્માએ રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિવેક તિવારીની પત્ની કલ્પનાની ફોન પર વાત કરાવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને સોમવાર સવારે મળવાનો સમય આપ્યો હતો. જાતે ડેપ્યૂટી સીએમ દિનેશ શર્મા વિવેકના પરિવારને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા લઇ ગયા હતા.
(ફોટો સાભાર: ANI)
જોકે લખનઉમાં થયેલા વિવેક તિવારી હત્યાકાંડમાં વિવેકના પરિવારજનોએ નવી એફઆઇઆર નોંધાવી છે. વિવેક તિવારીના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી નવી એફઆઇઆરમાં આરોપી પોલીસકર્મીઓના પણ નામ દાખલ કરાવવામાં આવ્યા છે. આ પહેલા પરિવારજનોએ આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. વિવેક તિવારીના લખનઉના વૈકુંઠ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
રવિવારે લખનાઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં પરિવારે નોંધાવેલી એફઆઇઆરમાં વિવેક તિવારીને નજીકથી ગોળી મારવામાં આવી હોવાની વાત કરવામાં આવી છે. આ પહેલા જૂની એફઆઇઆરમાં ફાયરિંગનો અવાજ સંભાળવા મળ્યો હોવાની વાત કરવામાં આવી હતી. જૂની એફઆઇઆર વિવેક તિવારીની આફિસની મિત્ર અને સાક્ષી સનાએ નોંધાવી હતી. જ્યારે આ નવી એફઆઇઆર વિવેકની પત્ની કલ્પનાએ નોંધાવી છે.
નવી એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે કે આરોપી પોલીસકર્મી પ્રશાંતે વિવેક તિવારીને મારી નાખવાના ઉદેશ્યથી કારના ગ્લાસ પાસે પિસ્તોલ રાખીને ફાયરિંગ કર્યું હતું. સનાને ના કોઇનો ફોન ઉપાડવા દેવાતો અને ના કોઇને ફોન કરવા દેવામાં આવતો હતો અને પોલીસે કોરા કાગળ પર સહીં પણ કરાવી હતી. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે એક પોલીસકર્મી ડંડો લઇને ઉભો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે