MP માં માનવતા શર્મસાર, ગરીબ વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે એક શખ્સ, વાયરલ થયો Video

Viral Video: વાયરલ થઈ રહેલો વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક વ્યક્તિ કોઈની ડર વગર એક ગરીબ વ્યક્તિના મોઢા પર પેશાબ કરી રહ્યો છે. 

MP માં માનવતા શર્મસાર, ગરીબ વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે એક શખ્સ, વાયરલ થયો Video

ભોપાલઃ Viral Video: આપણી આસપાસ ક્યારેક એવી ગંદી હરકતો જોવા મળે છે, જેને જોઈને આપણું લોહી ઉકળી ઉઠે છે. આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ગુસ્સે થઈ જશો. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરનાર આ વ્યક્તિ પર સોશિયલ મીડિયામાં લોકો ભારે ગુસ્સે થયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો આ વ્યક્તિ પર કાર્યવાહી કરી જેલમાં પૂરી દેવાની માંગ કરી રહ્યાં છે. 

આ વ્યક્તિએ હદ વટાવી દીધી
વાયરલ થઈ રહેલો વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યો છે. જ્યાં માનવતાને શર્મસાર કરવામાં આવી છે. આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે બદમાશ કઈ રીતે સિસ્ટમને બાજુ પર મુકીને કોઈના ડર વગર આ કામ કરી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નીચે બેઠેલા બીજા વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. આ વીડિયોમાં જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે, તેના હાથમાં સિગારેટ પણ છે. તે દારૂના નશામાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે. 

— Gurpreet Garry Walia (@GarryWalia_) July 4, 2023

લોકોએ કરી કાર્યવાહીની માંગ
આ વીડિયોને લઈને હવે યૂઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. આ વીડિયો પર એક વ્યક્તિએ કહ્યું કે- આવા લોકોને શરિયા કાયદા હેઠળ સજા આપવી જોઈએ, જ્યારે બીજીવાર આવું કામ કરતો ન જોવા મળે. તો અન્ય એક યૂઝર્સે કહ્યું કે, આને કઈ વાતનો નશો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો આ વ્યક્તિ પર ગુસ્સે થયા છે. 

मैंने प्रशासन को निर्देश दिए हैं कि अपराधी को गिरफ्तार कर कड़ी से कड़ी कार्रवाई कर एनएसए भी लगाया जाए।

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 4, 2023

મુખ્યમંત્રી શિવરાજ સિંહે કર્યુ ટ્વીટ
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ વાયરલ વીડિયોની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે આરોપી પર એનએસએ હેઠળ કાર્યવાહી થશે. સીએમ શિવરાજ સિંહે ટ્વીટ કર્યુ- મારા ધ્યાનમાં સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો આવ્યો છે. મેં તંત્રને નિર્દેશ આપ્યો છે કે ગુનેગારની ધરપકડ કરી આકરી કાર્યવાહી કરવામાં આવે. સાથે એનએસએ પણ લગાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news