VIDEO : ધસમસતી યમુના નદીમાં વહીને આવ્યો ઘોડો! 'આવી' રીતે બચાવાયો

ઉત્તરાખંડમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે

VIDEO : ધસમસતી યમુના નદીમાં વહીને આવ્યો ઘોડો! 'આવી' રીતે બચાવાયો

નવી દિલ્હી : ઉત્તરાખંડમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ વાતનું ઉદાહરણ જોવા મળ્યું છે લેટેસ્ટ વીડિયોમાં. અહીં ભારે વરસાદને પગલે માણસોની સાથેસાથે પ્રાણીઓ પણ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ના જવાનોએ સોમવારે ઉત્તરકાશીમાં યમુના નદીમાં વહી રહેલા ઘોડાને બચાવ્યો. તેમના આ રેસ્ક્યુ મિશનનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. 

 

— ANI (@ANI) August 28, 2018

આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ભારે વરસાદને પગલે યમુના નદી ધસમસતા વેગથી આગળ વધી રહી છે અને એમાં જ આ ઘોડો વહી ગયો હતો. આ વહેણ એટલું પ્રબળ હતું કે ઘોડો નદીમાંથી નીકળી નહોતો શક્યો. આ જોઈને એસડીઆરએફના જવાનોએ દોરડાંથી બાંધીને આ ઘોડાનો બચાવ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news