1 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે Indian Railwayની આ ફ્રી સેવા 

ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને જ પ્રવાસ કરતા હોય એવા પ્રવાસીઓ માટે આ સમાચાર ખાસ છે

1 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે Indian Railwayની આ ફ્રી સેવા 

નવી દિલ્હી : ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને જ પ્રવાસ કરતા હોય એવા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર છે. અત્યાર સુધી આઇઆરસીટીસી તરફથી ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવતી સર્વિસ પર 1 સપ્ટેમ્બરથી ચાર્જ લેવામાં આવશે. આ સંજોગોમાં ટિકિટ બુકિંગ કરાવતી વખતે તમારે પહેલાં કરતા થોડો વધારે ખર્ચ કરવો પડશે. આઇઆરસીટીસી તરફથી 1 સપ્ટેમ્બરથી ઇ-ટિકિટ પર આપવામાં આવતી ફ્રી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધાને બંધ કરી દેવામાં આવશે. આ પછી જો તમારે ઇન્શ્યોરન્સની સુવિધા લેવી હોય તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. 

રેલવેના આ નિર્ણય પછી પ્રવાસ કરનાર પ્રવાસીની ઇચ્છા પર નિર્ભર રહેશે કે તે ઇન્શ્યોરન્સ કરાવવા માગે છે કે નહીં. આઇઆરસીટીસી 2017ના ડિસેમ્બરથી પ્રવાસીઓને ફ્રી ઇન્શ્યોરન્સની સુવિધા આપી રહ્યું છે. એ સમયે આઇઆરસીટીસી તરપથી આ સુવિધા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવા માટે આપવામાં આવી હતી. એ સમયે આઇઆરસીટીસીએ ડેબિટ કાર્ડથી ટિકિટની ચૂકવણી પર લાગતા ચાર્જને પણ હટાવી દીધો હતો. 

આઇઆરસીટીસી તરફથી ઇન્શ્યોરન્સની સુવિધા સ્લીપર, એસી અને ચેરકારની તમામ શ્રેણીઓમાં આપવામાં આવે છે. આ પછી કોઈ દુર્ઘટના થાય તો મહત્તમ 10 લાખ રૂ.નું કવર હોય છે. પ્રવાસ દરમિયાન કોઈ દુર્ઘટનામાં પ્રવાસીનું મોત થઈ જાય તો તેને 10 લાખ રૂ. મળે એવું પ્રાવધાન હોય છે. કાયમી કે આંશિક પંગુપણું આવે તો 7.5 લાખ રૂ. અને ઘાયલોને 2 લાખ રૂ. મળે એવી વ્યવસ્થા છે. 

રેલવે તરફથી 5 વર્ષથી નાની વયના બાળકોનો ઇન્શ્યોરન્સ નથી લેવામાં આવતો. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે આઇઆરસીટીસીએ આઇસીઆઇસીઆઇ લોમ્બર્ડ, જનરલ ઇન્શ્યોરન્સ, રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ અને શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ સાથે કરાર કર્યો છે. નવા નિયમ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી એક ટિકિટ પર ઇન્શ્યોરન્સ માટે 92 પૈસાની ચૂકવણી કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news