Viral Video: ફિટનેસને માટે Tiger એ પણ કર્યા Pushups, લોકોએ કહ્યું Surya Namaskar

સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓના વીડિયો (Animal Video) ઘણા શેર કરવામાં આવે છે. યૂઝર્સને પ્રાણીઓ તેમજ પશુ-પક્ષિઓની હરકતો ઘણી પસંદ આવે છે

Viral Video: ફિટનેસને માટે Tiger એ પણ કર્યા Pushups, લોકોએ કહ્યું Surya Namaskar

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓના વીડિયો (Animal Video) ઘણા શેર કરવામાં આવે છે. યૂઝર્સને પ્રાણીઓ તેમજ પશુ-પક્ષિઓની હરકતો ઘણી પસંદ આવે છે. આઇએફએસ ઓફિસર સુશાંત નંદાએ (IFS Officer Susanta Nanda) સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર (Twitter) પર એક વાઘનો શાનદાર વીડિયો (Tiger Video) શેર ક્યો છે. આ વીડિયો ટ્વિટર પર ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

ફિટનેશ માટે વાઘે કર્યા પુશઅપ્સ
ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર ઘણીવાર પ્રાણીઓના વીડિયો (Animal Video) શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે એક વાઘનો વીડિયો (Tiger Video) શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું- ફિટ રહેવા માટે વાઘ પુશઅપ્સ (Pushups) કરી રહ્યો છે. આ વીડિયો 6 સેકન્ડનો છે અને લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

લોકોએ સૂર્ય નમસ્કાર સાથે કરી સરખામણી
જ્યારે સુશાંત નંદાએ (Susanta Nanda) વાઘની આ હરકતની સરખામણી પુશઅપ્સ (Pushups) સાથે કરી છે. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સ તેને પુશઅપ્સને બદલે સૂર્ય નમસ્કાર (Surya Namaskar) કહી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર (Twitter) પર 12 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તે જ સમયે 1,625 લોકોને તેને લાઇક્સ અને 176 લોકોએ રીટ્વીટ (Retweet) કર્યું છે. તેમજ લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

— Susanta Nanda IFS (@susantananda3) March 7, 2021

ફીટ વાઘ જીતી રહ્યો છે દિલ
સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર (Twitter) પર શેર કરેલા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો વાઘનો ફિટનેસ મંત્ર (Fitness Mantra) પસંદ કરી રહ્યા છે. યૂઝર્સ કોમેન્ટમાં એક બીજાને ટેગ કરી વાઘની જેમ સ્વસ્થ રહેવાની સલાહ આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news