આવો બાપ કોઇને ન મળે! એસિડ એટેક કરી પત્નીને મારી નાખી, પુત્રીઓ સાથે એવું કર્યું કે માનવતા શર્મસાર

લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ મળવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આ જ ફરિયાદ વચ્ચે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એસિડ એટેકનો આરોપી ફરિયાદીને ફોન કરી સમાધાન કરવા માટે ધમકી આપી રહ્યો છે. અને ફરિયાદી અન્ય કોઈ નહીં પણ આરોપીનો સગો પુત્ર છે. કારણ કે એક બાપ લાજવાના બદલે ગાજી રહ્યો છે.

આવો બાપ કોઇને ન મળે! એસિડ એટેક કરી પત્નીને મારી નાખી, પુત્રીઓ સાથે એવું કર્યું કે માનવતા શર્મસાર

સુરત : લાજપોર જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ મળવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આ જ ફરિયાદ વચ્ચે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એસિડ એટેકનો આરોપી ફરિયાદીને ફોન કરી સમાધાન કરવા માટે ધમકી આપી રહ્યો છે. અને ફરિયાદી અન્ય કોઈ નહીં પણ આરોપીનો સગો પુત્ર છે. કારણ કે એક બાપ લાજવાના બદલે ગાજી રહ્યો છે.

જેણે પોતાના આખા પરિવારને પોતાની નજરો સામે તરફરડતો જોયો હોય. પોતાની માતાને વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લેતા જોઈ હોય અને તે પણ પોતાના નરાધમ બાપના કારણે, કારણ કે એક બાપ અને એક વ્યક્તિ તો ઠીક પણ એક સારો માણસ પણ ન બની શકનારો આ નરાધમ અત્યારે સુરતની લાજપોર જેલમાં છે. બધાનું જીવતર દોઝખ કરી નાખ્યા બાદ પણ આ શખ્સને જેલમાં પણ જાણે શાંતિ નથી. તે જેલમાંથી વારંવાર પોતાના પુત્રને ફોન કરી સમાધાન કરવા દબાણ કરી રહ્યો છે. ડો. ભાર્ગવ વાળાએ જેલમાં બંધ પોતાના બાપ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે કારણ કે આ શખ્સ જેલમાંથી ફોન કરીને પોતાને જેલમાંથી છોડાવવા સમાધાન કરવા દબાણ કરી રહ્યો છે. વારંવાર થતાં દબાણને વશ થઈ અંતે કોર્ટમાં ફરિયાદ કરતાં ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવામાં આવી છે. 

વર્ષ 2019ની 8 ઓગસ્ટે થયો હતો એસિડ એટેક
સુરતના વરાછાની અર્ચના સ્કૂલ પાસેની હરિધામ સોસાયટીમાં વર્ષ 2018ની 8મી ઓગસ્ટે છગન વાળાએ પોતાના નિંદ્રાધીન ચાર સંતાનો અને પત્ની પર બે બોટલ એસિડ નાખી દીધું હતું. જેમાં 20 દિવસમાં જ સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું જ્યારે ચાર સંતાનોમાંથી એક દીકરીની આંખ ગઈ, બીજી દીકરીનો ચહેરો ખરાબ થઈ ગયો અને મોટા પુત્ર ભાર્ગવનો પણ ચહેરો અને શરીર ખરાબ થઈ ગયું. ચારેય સંતાનોના માથેથી માતાપિતાની છત જતી રહેતા નિરાધાર બન્યા છે. પણ સદનસીબે મોટા પુત્ર ભાર્ગવનો MBBSનો અભ્યાસ પૂર્ણ થયો હોવાથી હાલ સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરે છે. અને તેનાથી જ આખા પરિવારનું ગુજરાન ચાલે છે. ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આ સ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી.


(એસિડ એટેકમાં ઘાયલ બે પુત્રી અને એક પુત્ર)

એસિડ એટેક કરી છગન વાળાનો પાપ ધોવા પ્રયાસ
આ ઘટના પછી છગન વાળા ફરાર થઈ ગયો હતો અને જ્યાં તો ફરતો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી.પરંતુ છેવટે પાંજરે પુરાયો હતો , હવે આ પિતા જેલમાંથી ફોન કરી ને પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે કે સમાધાન કરો જેથી પિતા બહાર નીકળી શકે. પરંતુ આ પરિવાર હવે પિતા સાથે વાત પણ નથી કરવા માંગતા. બાકી હોય તો અન્ય પરિવારજનોને છગન વાળા ફોન કરતો રહે છે બાળકોને સમજાવવા. પણ ચારેય ટસના મસ ન થતાં એક પછી એક પરિવારજનો સંબંધો તોડી રહ્યાં છે. એક પરિણીત બહેનને પણ તેના બાપના કારણે કોઈ સાથે લઈ જવા તૈયાર નથી. જે વાત આ ચારેય ભાઈ બહેનને ડંખી રહી છે. 

લાજપોર જેલમાં મોબાઈલનું નેટવર્ક 
આ તો થઈ એસિડ એટેકના આરોપી અને સગા બાપથી ત્રાહિમામ પોકારી ગયેલા ચાર સંતાનોની વાત. પણ અહીં મુખ્ય મુદ્દો છે લાજપોર જેલમાંથી ફોન આવવાનો. કોર્ટમાં ફરિયાદ જતાં ક્રાઈમબ્રાંચે તપાસ કરી અને મોબાઈલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. લાજપોર જેલમાંથી જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યા છે એ બીજા ત્રણ કેદીઓ પણ જેલની બહાર ફોન કરતાં હોવાનું કોલ ડિટેઇલની તપાસ કરતાં ખૂલ્યું હતું. આરોપી પિતા છગન વાળા લાજપોર જેલમાં બંધ હોવાથી તે જેલના લેન્ડ લાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હોવાનું સામે આવી છે. અને એ પણ સામે આવ્યું કે એમડી ડ્રગ્સ ડીલર ઈમ્તિયાઝ ઉર્ફે મુન્ના ઈસ્માઈલ શેખ તેના પરિવાર સાથે જેલમાંથી જ નિયમિત કોલ કરતો રહ્યો છે. અને આ સિવાય અન્ય આરોપીઓ પણ કોલ કરતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news