Sanjay Leela Bhansali કોરોનાથી સંક્રમિત, રોકવામાં આવ્યું Gangubai Kathiawadi નું શૂટિંગ

બોલીવુડ લાઇફના અહેવાલ પ્રમાણે સંજય લીલા ભણસાલી કોરોનાથી સંક્રમિત થયા છે. સંજયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી  (Gangubai Kathiawadi) નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. 

Sanjay Leela Bhansali કોરોનાથી સંક્રમિત, રોકવામાં આવ્યું Gangubai Kathiawadi નું શૂટિંગ

નવી દિલ્હીઃ બોલીવુડમાં ઘણા સેલિબ્રિટી કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. રણબીર કપૂર બાદ જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી  (Sanjay Leela Bhansali) નું નામ સામે આવ્યું છે. બોલીવુડ લાઇફના અહેવાલ પ્રમાણે સંજય લીલા ભણસાલી કોરોનાથી સંક્રમિત થયા છે. સંજયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી  (Gangubai Kathiawadi) નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ સેલ્સ આઇસોલેશનમાં છે. તે પણ સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મમાં છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર પણ આવ્યું હતું, જે ખુબ વાયરલ થયું હતું. 

આ ફિલ્મમાં વ્યસ્ત છે સંજય લીલા ભણસાલી
ગંગૂ બાઈ કાઠિયાવાડી (Gangubai Kathiwadi) માં આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય ભૂમિકામાં છે. કોરોના સંક્રમણ બાદ સંજય લીલા ભણસાલીએ પોતાને ક્વોરેન્ટીન કરી લીધા છે. મહત્વનું છે કે સંજય લીલા ભણસાલી પોતાની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડિના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 30 જુલાઈ 2021ના રિલીઝ થવાની છે. 

રણબીર કપૂરને પણ કોરોના
મહત્વનું છે કે નીતૂ કપૂરે મંગળવારે જાણકારી આપી કે રણબીર કપૂર (Ranbir Kapoor) કોરોનાથી સંક્રમિત થયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, તમારા બધાની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર. રણબીર કોવિડ-19નો શિકાર થઈ ગયો છે. તે આ સમયે દવાઓ લઈ રહ્યો છે અને જલદી રિકવર થઈ જશે. તે હાલ સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં છે. બધા નિયમોનું પાલન રણબીર કરી રહ્યો છે. 

સામે આવ્યું નથી સંજયનું નિવેદન
સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તરફથી હજુ કોઈ ઔપચારિક જાણકારી આપવામાં આવી નથી. સંજય આ દિવસોમાં ખુબ વ્યસ્ત હતા. તેઓ અજય દેવગનની સાથે પણ વર્ષો બાદ ફરી કામ કરવાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news