'પુષ્પા' સ્ટાઈલમાં ધોનીની ટીમને કર્યો સપોર્ટ, છોકરીઓનો બોલ્ડ ડાન્સનો Video વાયરલ

Girls Support IPL Team CSK in Pushpa Style: આઈપીએલનો ખુમાર ચરમસીમાએ છે. આ યાદીમાં માત્ર છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ પીળી સાડી પહેરીને  પુષ્પા સ્ટાઈલમાં ચેન્નાઈની ટીમને સપોર્ટ કરી જોવા મળે છે.

'પુષ્પા' સ્ટાઈલમાં ધોનીની ટીમને કર્યો સપોર્ટ, છોકરીઓનો બોલ્ડ ડાન્સનો Video વાયરલ

Girls Support IPL Team CSK in Pushpa Style: આઈપીએલનો ખુમાર ચરમસીમાએ છે. આ યાદીમાં માત્ર છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ પીળી સાડી પહેરીને  પુષ્પા સ્ટાઈલમાં ચેન્નાઈની ટીમને સપોર્ટ કરી જોવા મળે છે. જો કે આ આઈપીએલની આ સીઝનમાં ચેન્નાઈનું પ્રદર્શન બહુ સારું નથી રહ્યું પરંતુ આમ છતાં ટીમના પ્રશંસકોને જાણે કોઈ ફરક પડતો નથી અને ટીમનું મનોબળ વધારવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. 

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બે છોકરીઓ અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પાના લોકપ્રિય ગીત ઉ અંટાવા ગીત પર ડાન્સ કરી રહી છે. સીએસકેની જરસીનો જે કલર છે તે જ પીળા કલરની સાડી પહેરીને છોકરીઓ હાથમાં બોલ અને બેટ લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

— Neeraj Mishra (@NrjNambo) April 27, 2022

સીએસકેની ફેન એવી આ બંને છોકરીઓએ પોતાના બોલ્ડ ડાન્સથી સોશિયલ મીડિયામાં જાણે આગ લગાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આઈપીએલમાં સીએસકેનું આ સીઝનમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ટીમ હજુ સુધી ફક્ત બે મેચ જીતી છે. અને પોઈન્ટ ટેબલમાં નવમાં નંબરે છે. છેલ્લા નંબરે મુંબઈ ઈન્ડિયન્સ છે જેણે માત્ર એક મેચ જીતી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news