Video: ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું 8 મહિનાનું બાળક, જોશો ધબકારા વધી જશે

Trending New: આ વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે અને તેમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બાળક ચોથા માળેથી ટીન શેડ પર આવીને પડ્યું અને ત્યાં ફસાઇ ગયું. બાળકે પોતાને બીજા માળે રોકી રાખ્યું અને બાકી સોસાયટીના લોકોએ તેનો જીવ બચાવવ માટે આવી ગયા. 

Video: ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું 8 મહિનાનું બાળક, જોશો ધબકારા વધી જશે

Chennai News: ચેન્નઇના આવાડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેનાર લોકો રવિવારે ડરી ગયા. જોકે એક વિડીયો વાયરલ થયો છે જેમાં નાનકડું બાળક ટીનની છતના કિનારે પર બેઠેલું જોવા મળે છે. આ વીડિયો લગભગ ત્રણ મિનિટનો છે અને તેમાં એ બતાવામાં આવ્યું છે કે કેવી રીતે તે બાળક ચોથા માળેથી બીજા માળના ટીન શેડ પર આવીને પડ્યું અને ત્યાં ફસાઇ ગયું. બાળકે બીજા માળે પોતાની જાતને રોકી રાખ્યું અને સમાજના બાકીના લોકો જીવ બચાવવા માટે ભેગા થયા. આ વીડિયો એક ફ્લેટની બાલ્કનીમાંથી બનાવવામાં આવ્યો છે અને તેમાં તમે જોઈ શકો છો કે બીજા માળે ટેરેસની કિનારે આઠ મહિનાનું બાળક હાથ અને ઘૂંટણ પર બેઠું છે.

બાળકનો જીવ બચાવવા માટે સાથે આવ્યા લોકો
વીડિયોમાં તમે જોઇ શકો છો કે બાળકને જોઇને ત્યાં રહેતા લોકો ડરના મારે બૂમો પાડવા લાગે છે. ત્રણ વ્યક્તિ પહેલાં માળની બારી ઉપરથી ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેથી બાળકને પકડી શકે. નીચે જમીન પર કેટલાક લોકો એક ચાદરને ફેલાવેલી છે. જેથી જો બાળક પડી જા તો ચાદર પર પડે. ચાદર નીચે ગાદલું પણ રાખ્યું છે જેથી બાળકને ઇજા ન પહોંચે. 

ચોથા ફ્લોર પરથી પડ્યું તો બીજા માળે અટક્યું
આશ્વર્યજનક વિડીયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ટીન શેડને ઉપર બેસ્યું છે. બાળક ધીમે ધીમે છતના કિનારેથી સરકી જાય છે, તેના પગ હવામાં લટકવા લાગે છે. ત્યારે એક વ્યક્તિ પહેલા માળની બારીમાંથી બહાર નિકળે છે અને બાળક સુધી પહોંચવા માટે રેલિંગ પર ઉભો થઇ જાય છે. જેવો જ તે પોતાનો હાથ આગળ વધારે છે, બે અન્ય લોકો તેને મજબૂતીથી પકડી લે છે. તેઓ બાળકને પકડીને એપાર્ટમેન્ટની અંદર લઈ જાય છે, જ્યાં એક માણસ તેને પોતાના હાથમાં લઈ લે છે.

— Manu (@manureporting) April 28, 2024

પોલીસ કમિશ્નરે કહી આ વાત
આવાડી પોલીસ કમિશનર શંકરે મીડિયાને જણાવ્યું કે આ ઘટના આવાડીના રહેણાંક વિસ્તાર વીજીએન સ્ટેફોર્ડમાં બની હતી, જ્યારે બાળકી બાલ્કનીમાં તેની માતા રામ્યાના ખોળામાં સ્તનપાન કરાવી રહી હતી. ત્યારે બાળક દૂધ પીતા પીતા પડી ગયું. વીડિયો અને બચાવ અસલી છે. અમે અત્યાર સુધી કોઇ ઔપચારિક ફરિયાદ મળી નથી. બાળક ઠીક છે.''

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news