ચૂંટણી પછી સરકારી કર્મચારીઓના પગારમાં થશે હજારો રૂપિયાનો વધારો, જાણો કારણ

Government Job: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! ચૂંટણી પુરી થતાની સાથે જ સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ થઈ જશે. કારણકે, સરકારી કર્મચારીઓની સેલેરીમાં એક સાથે ધરખમ વધારો થશે. લોકસભા સમયે સરકારી કર્મચારીઓ માટે આ મોટા સમાચાર છે.

ચૂંટણી પછી સરકારી કર્મચારીઓના પગારમાં થશે હજારો રૂપિયાનો વધારો, જાણો કારણ

Government Employee: શું તમે એક સરકારી કર્મચારી છો? જો તમે એક સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્ત્વના બની જશે. સરકારી કર્મચારીઓ માટે તો આ સમય એક ગોલ્ડન પીરીયડ જેવો છે. કારણકે, સરકારી કર્મચારીઓના પગાર વધારાની થઈ ચુકી છે જાહેરાત. ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને મળશે. લોકસભાની ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને ગર્વન્મેન્ટ તરફથી 'મોટી ગિફ્ટ' મળશે. સંકેત એવા પણ મળી રહ્યાં છેકે, લોકસભાની ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે. બંને હાથમાં હશે લાડુ, હજારો રૂપિયા વધશે સેલેરી. જે તમારા માટે ફાયદો જ ફાયદો કરાવશે...

કઈ રીતે વધશે સરકારી કર્મચારીઓનો પગાર?
આ વર્ષ સરકારી કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલું છે. વર્ષની શરૂઆતથી જ સરકારી કર્મચારીઓના ઘરમાં લક્ષ્મીનું આગમન અવિરત થઈ રહ્યું છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેને કારણે ડીએ 50 ટકા સુધી પહોંચ્યુ હતું. લોકસભાની ચૂંટણી 4 જૂને સમાપ્ત થશે અને નવી સરકારની રચના સાથે સરકારી કર્મચારીઓ માટે પણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50 ટકા થઈ ગયું છે. અનુમાન છે કે ફરી એકવાર તેમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જો જુલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થું વધીને 54 ટકા થઈ જશે. આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં પણ હજારો રૂપિયાનો વધારો થશે.

સરકારી કર્મચારીઓના બન્ને હાથમાં લાડુઃ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી બાદ સરકાર બે મોટા નિર્ણય લઈ શકે છે. આ બે નિર્ણયોથી સરકારી કર્મચારીઓના બંને હાથમાં લાડુ હશે અને તેમના પગારમાં હજારો રૂપિયાનો વધારો થશે. ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશને (IRTSA) કર્મચારી મંત્રાલયને પત્ર લખીને કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે, સરકાર પાસે સંગઠનની માંગ પર વિચાર કરવા માટે ઘણો સમય છે અને ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવી શકે છે. 

ક્યારે લાગૂ થયું સાતમું પગાર પંચ?
પગાર પંચ દર 10 વર્ષે લાગુ કરવામાં આવે છે. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓની કમિટી દેશના સત્તાધીશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. જેમાં કર્મચારીઓની સેલરી, વર્તમાન સ્થિતિ, મોંઘવારી, દેશની પરિસ્થિતિ, આર્થિક ભારણ, સહિત અનેક બાબતોને ધ્યાને રાખીને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય છે. તેમને મળવા પાત્ર પગાર અને આર્થિક લાભોમાં વધારો કરવામાં આવે છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે દેશમાં સૌ પ્રથમ વાર સાતમું પગાર પંચ તા.16-8-2026ના ઠરાવથી ગુજરાત સરકારના કર્મચારીઓને લાગુ પાડ્યું હતું. 1-1-2016 ની અસરથી સાતમુ પગાર પંચ અમલી કરાયું છે. પે બેન્ડ અને ગ્રેડ પે સીસ્ટમના બદલે પે મેટ્રીક્સ અમલી કરાઈ છે. 

દર 10 વર્ષે કરવામાં આવે છે પગાર પંચની રચનાઃ
એવું માનવામાં આવે છે કે, જો સરકાર ચૂંટણી પછી સત્તામાં આવશે તો સરકાર 8મા પગાર પંચ અંગે વિચારણા કરીને તેનો અમલ કરી શકે છે. જો આઠમાં પગાર પંચનો અમલ કરવામાં આવે તો ચૂંટણી બાદ એક સાથે કરોડો સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો ધરખમ વધારો થઈ જશે. દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે અને 7મા પગાર પંચની રચનાને એક દાયકો વીતી ગયો છે. 

8મું પગાર પંચ લાગુ થાય તે કર્મચારીઓને કેટલો ફાયદો થાય?
સરકારી કર્મચારીઓનો પગાર અને પગાર પંચનું ગણિત પણ સમજવા જેવું છે. ઉદાહરણ તરીકે, કોઈ સરકારી કર્મચારીની બેઝિક સેલેરી 50 હજાર રૂપિયા છે અને જો જુલાઈમાં DAમાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો પગારમાં 2000 રૂપિયાનો વધારો થશે. સાથે જ જો 8મા પગાર પંચનો નિર્ણય પણ લેવામાં આવશે તો બંને હાથમાં લાડુ હશે. 7મા પગાર પંચમાં લગભગ 23 ટકા વધારાની ભલામણ કરવામાં આવી હતી. જો આપણે આ આંકડાને અનુસરીએ, તો 50 હજાર રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીના પગારમાં 11,775 રૂપિયાનો એકસાથે વધારો થશે. જેને કારણે સરકારી કર્મચારીઓને જલસા પડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news