જોખમી નદીમાં પગ મૂક્યા વગર એક ડગલુ પણ આગળ વધી નથી શક્તા કાશ્મીરના આ ગામના લોકો

સમગ્ર ભારત દેશની તસવીર બદલાઈ ચૂકી છે, પરંતુ આ ગામમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેઓ કહે છે કે, આજ દિન સુધી જેટલા પણ ઈલેક્શન થયા છે, તેમાં વોટ  આપ્યો, નેતાઓએ પુલના વાયદા પણ કર્યા, પણ વાયદો પૂરો નથી કર્યો. 

જોખમી નદીમાં પગ મૂક્યા વગર એક ડગલુ પણ આગળ વધી નથી શક્તા કાશ્મીરના આ ગામના લોકો

પટ્ટન/કાશ્મીર : ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના પટ્ટનમાં વસેલ દરગામ ગામમાં લોકો ગત ત્રણ દાયકાથી એક પુલની માંગણી કરી રહ્યાં છે. પરંતુ ડિજીટલ ઈન્ડિયાના આ સમયમાં લોકોની બેઝિક માંગ પણ પૂરી થઈ નથી. પુલ ન હોવાને કારણે માત્ર મુશ્કેલી જ નહિ, પરંતુ આ લોકો માટે દરેક દિવસ જોખમ બની જાય છે. ઠંડી શરૂ થતા જ આ નદીના પાણીનું સ્તર વધી જાય છે, પરંતુ બહુ જ ઠંડુ પણ થઈ જાય છે. પાણીનું વહેણ એટલું તેજ થઈ જાય છે, તેમ છતાં લોકોને પોતાનો જીવ જોખમમાં નાખીને નદી પાર કરવી પડે છે. મહિલાઓ, વૃદ્ધો, સ્કૂલના બાળકો બધાને નદી પાર કરીને જવું પડે છે. 

લોકોનો આરોપ છે કે, તેમણે દરેક સરકારી દરવાજો ખખટાવ્યો, પણ કોઈ જ મદદ નથી મળી. ધારાસભ્યોથી લઈને જિલ્લા પ્રશાનસ સુધીનાઓને ફરિયાદ કરી છે. ગામના એક વૃદ્ધ અલી મોહંમદ વાણી કહે છે કે, અમે આ નદી પર પુલ બનાવવા માટે છેલ્લા 70 વર્ષોથી માંગ કરી રહ્યાં છીએ. અમે બહુ જ તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છીએ. હવે અમે રાજ્યપાલને અરજી કરવાના છીએ, કે તેઓ અમારી મુશ્કેલી દૂર કરે. 

આ ગામની વસ્તી 6 હજારની આસપાસ છે. પુલ ન હોવાને કારણે આ ગામ દાયકાઓથી જિલ્લાના બાકીના હિસ્સાથી અલગ રહ્યું છે. દર્દીઓને પણ ખભા પર ઉઠાવીને આ નદીને પાર કરાવી હોસ્પિટલ સુધી લઈ જવા પડે છે. થોડોક વરસાદ પડે તો બાળકોનું સ્કૂલ જવાનુ બંધ થઈ જાય છે. હવે અમે લોકો આશા રાખીએ છીએ કે કદાચ રાજ્યપાલ અમને આ મુસીબતમાંથી મુક્તિ અપાવી શકે. 

ગામની એક મહિલા હમીદા બાનો કહે છે કે, જ્યારે નદીમાં પૂર આવે છે, ત્યારે અમારા બાળકો સ્કૂલ જઈ શક્તા નથી. મોહંમદ અય્યુબ કહે છે કે, અમે વિનંતી કરીએ છીએ કે, સરકાર કે રાજ્યપાલ અહી પુલ બનાવડાવે. 15 મિનીટનો રસ્તો 15 કિલોમીટર સુધી પાર કરવો પડે છે. ન રસ્તો છે, ન પુલ. 

સમગ્ર ભારત દેશની તસવીર બદલાઈ ચૂકી છે, પરંતુ આ ગામમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેઓ કહે છે કે, આજ દિન સુધી જેટલા પણ ઈલેક્શન થયા છે, તેમાં વોટ  આપ્યો, નેતાઓએ પુલના વાયદા પણ કર્યા, પણ વાયદો પૂરો નથી કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news