ધર્માંતરણ વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચલાવશે VHP, કાયદો બનાવવાની કરી માંગ

VHP નેતાએ કહ્યુ કે, જો કોઈ ટ્રાઇબલ પોતાની પરંપરાને છોડીને કોઈ અન્ય ધર્મ અપનાવશે તો તેને અનામતનો લાભ ન મળવો જોઈએ.
 

ધર્માંતરણ વિરુદ્ધ દેશભરમાં આંદોલન ચલાવશે VHP, કાયદો બનાવવાની કરી માંગ

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad) એ જાહેરાત કરી છે કે તે ધર્માંતરણ વિરુદ્ધ દેશભરમાં વ્યાપક રૂપથી આંદોલન ચલાવશે. ધર્માંતરણને લઈને VHP એ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, ધર્માંતરણની ઘટનાઓને જોતા તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર તેને રોકવા માટે કડક કાયદો બનાવે. 

329 સાંસદોને મળી ચુક્યા છે VHP નેતા
પત્રકાર પરિષદમાં VHP ના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમારે કહ્યુ કે, તેમણે વિચાર્યુ છે કે તે દર વર્ષે તમામ દળોના સાંસદોને મળે. આ વર્ષે તે સાંસદોને મળી રહ્યાં છે અને અત્યાર સુધી વિશ્વ હિન્દુ પરિષદના નેતા 329 સાંસદોને મળી ચુક્યા છે. VHP ના નેતાઓ અલગ-અલગ પાર્ટીઓના નેતાઓને મળી રહ્યાં છે. આ સિવાય તેમણે મુસ્લિમ અને ઈસાઈ સાંસદો સાથે પણ મુલાકાત કરી છે. 

ધર્માંતરણ વિરુદ્ધ બને કાયદો
VHP નેતાએ કહ્યુ કે, જો કોઈ ટ્રાઇબલ પોતાની પરંપરાને છોડીને કોઈ અન્ય ધર્મ અપનાવશે તો તેને અનામતનો લાભ ન મળવો જોઈએ. તે માટે સરકારે કાયદો બનાવવો જોઈએ. જેથી લાલચ, ભય કે છેતરપિંડીથી ધર્માંતરણ કરાવનારને સજા મળી શકે. આ સિવાય VHP એ યુવતીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવાના સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. 

20 ડિસેમ્બરથી ધર્મ રક્ષા અભિયાન ચલાવશે VHP
તેમણે કહ્યું કે, VHP ધર્માંતરણ વિરુદ્ધ 20 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણ દેશમાં વ્યાપક રૂપથી ધર્મ રક્ષા અભિયાન ચલાવશે. આ દરમિયાન લોકો જે કારણે બીજા ધર્મમાં ગયા છે તે પરત આવી શકે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજુ અલ્પસંખ્યક પર અત્યાચાર થઈ રહ્યાં છે. ભારતમાં કેટલીક રાજ્ય સરકારોએ કાર્યવાહી કરી છે, જેનાથી ધર્માંતરણ અને લવ જેહાદમાં કમી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news