વારાણસી બેઠકઃ પીએમ મોદી સામે સપાએ શાલિની યાદવને બનાવી ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2019ની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ વારાણસીની છે. પીએમ મોદી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ તેમની વારાણસીની કોંગ્રેસ તરફથી મેયરની ઉમેદવાર રહી ચૂકેલી શાલિની યાદવને મેદાનમાં ઉતારી છે, જ્યારે કોંગ્રેસે હજુ પત્તા ખોલ્યા નથી 

વારાણસી બેઠકઃ પીએમ મોદી સામે સપાએ શાલિની યાદવને બનાવી ઉમેદવાર

વારાણસીઃ લોકસભા ચૂંટણી 2019ની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ વારાણસીની છે. પીએમ મોદી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ તેમની વારાણસીની કોંગ્રેસ તરફથી મેયરની ઉમેદવાર રહી ચૂકેલી શાલિની યાદવને મેદાનમાં ઉતારી છે, જ્યારે કોંગ્રેસે હજુ પત્તા ખોલ્યા નથી. 

શાલિની યાદવના સસરા સ્વર્ગીય શ્યામલાલ યાદવ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા હતા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. શાલિની યાદવ આજે બપોરે જ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે અને સાંજે પાર્ટીએ તેમને વારાણસીની ટિકિટ આપી છે. સપાએ ચંદૌલી સીટ પરથી પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. સંજય ચૌહાણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 

કોંગ્રેસે પત્તા ખોલ્યા નથી 
કોંગ્રેસે હજુ સુધી વારાણસી બેઠક માટે ઉમેદવાર નક્કી કર્યો નથી. પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી આ અગાઉ અનેક રેલીઓમાં એવું જરૂર કહી ચૂક્યાં છે કે જો રાહુલ આદેશ આપશે તો તેઓ વારાણસી બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા માટૈ તાયાર છે. ગયા વખતે 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news