સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ

કોરોના વિરૂદ્ધ લગાવવામાં આવનાર 5 વેક્સીનના દુષ્પ્રભાવો પર આરટીઆઇના જવાબમાં આઇસીએમઆર ડો. લિયાના સુસાન જોર્જ  અને સીડીએસસીઓએસના સુશાંત સરકારે ઘણા પ્રકારના દુષ્પ્રભાવો વિશે જાણકારી આપી છે. 

સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ

કેન્દ્ર સરકારે ગત વર્ષ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જે હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મદદ માટે તેમને કોવિડ-19 રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 16 ઓક્ટોબર 2022 સુધીમાં દેશમાં 219.32 કરોડથી વધુ લોકો કોરોનાની રસી મૂકાવી ચૂક્યા હતા. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે દેશની 98 ટકા વયસ્ક વસ્તી કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક ડોઝ લઈ ચૂકી છે. જ્યારે 92 ટકા લોકોનું પૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. 

આ ઉપરાંત દેશના 15 થી 18 વર્ષના 93.7 ટકા કિશોરોને પણ રસીનો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 72 ટકા કિશોર બંને ડોઝ લઈ ચૂક્યા છે. 12થી 14 વર્ષના વર્ગમાં 87.3 ટકા લોકોને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 68.1 ટકા લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાંથી 27 ટકા લોકોને બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે. કોરોના સામેની 5 રસીની આડઅસર પર આરટીઆઈના જવાબમાં ICMRના ડૉ. લિયાના સુસાન જ્યોર્જ અને CDSCOSના સુશાંત સરકારે અનેક પ્રકારની આડ અસરો વિશે માહિતી આપી છે. જેને વાંચીને આપને ટેન્શન આવી જશે. 

ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું
આખરે સરકારના બે સંગઠનોએ સ્વીકાર્યું છે કે કોરોનાને નાબૂદ કરવા માટે વપરાતી વેક્સીનની એક નહીં પરંતુ અનેક આડઅસર છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ પુણે સ્થિત બિઝનેસમેન પ્રફુલ્લ સારડા દ્વારા દાખલ કરાયેલી RTIના જવાબમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

કોરોના સામેની 5 વેક્સિનની આડઅસર પર આરટીઆઈના જવાબમાં ICMRના ડૉ. લિયાના સુસાન જ્યોર્જ અને CDSCOSના સુશાંત સરકારે અનેક પ્રકારની આડ અસરો વિશે માહિતી આપી છે.

રસીઓ અને તેની આડ અસરો
સતત ઉલટી થવી, પેટમાં સતત દુખાવો થવો, શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો, આંખમાં દુખાવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, ઉલટી સાથે પેટમાં દુખાવો, માથાનો દુખાવો, લાલ ફોલ્લીઓ અથવા ઉઝરડા, ચોક્કસ બાજુ અથવા શરીરના ભાગોમાં નબળાઇ, સોજાની સમસ્યા જેવી સમસ્યાઓ વેક્સિન લેનારને આવી રહી છે. બોડી પેન અથવા હાથ દબાવતાં દુખાવો પણ સામે આવ્યો છે.

Covax ની આડઅસરો તરીકે ઈન્જેક્શન લીધું હોય ત્યાં દુખાવો, માથાનો દુખાવો, સાંધામાં દુખાવો, હાથ પર ખંજવાળ, થાક, અસ્વસ્થતા, પીઠનો દુખાવો, ઉલટી ઉબકા, ઠંડી લાગવી, અસ્થિરતા, તાવ, શરીરમાં દુખાવો અથવા અવયવોમાં વધુ પડતો દુખાવો થઈ શકે છે , સ્નાયુઓમાં પણ દુખાવોએ આ વેક્સિનની આડઅસર છે.

Covaxin ના હળવા લક્ષણોમાં પરસેવો, શરદી, ચક્કર, ઉલટી, તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો, ચક્કર, પેટમાં દુખાવો, ઉબકા, ધ્રુજારી, માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થઈ શકે છે.

Sputnik V વીની આડ અસરોમાં સામાન્ય અસ્વસ્થતા,  અપચો, ભૂખ ન લાગવી, માથાનો દુખાવો, અથવા ક્યારેક ઈન્જેક્શન લીધું હોય એ હાથમાં દુખાવો, ઉબકા, ઠંડી લાગવી, તાવ વગેરેનો સમાવેશ થાય છે.

Carbivax ની આડઅસર છે જેમ કે સોજો આવવો, ફોલ્લીઓ, ખંજવાળ, બર્નિંગ, થાક, શરીરમાં દુખાવો, તાવ/પાયરેક્સિયા, માથાનો દુખાવો, શરદી, સુસ્તી, તેમજ ઈન્જેક્શન લીધું હોય એ હાથમાં દુખાવો, ઉબકા વગેરે છે.

સરકારે સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે?
સારદાએ સરકાર પાસે ડેટાની માંગણી કરી છે. સારદાએ પૂછ્યું છે કે શું મીડિયા, હોસ્પિટલો, રસીકરણ કેન્દ્રોને કોરોના રસીની આડ અસરો વિશે જાણ કરવામાં આવી હતી અને શું સરકારે લોકો માટે કોઈ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે?

સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે વિશ્વભરની એજન્સીઓએ એક માપદંડ નક્કી કર્યો છે કે જે રસીઓ 60 ટકા સુધી અસરકારક હોય તેને જ ધ્યાનમાં લેવામાં આવશે. જો કે, મોટાભાગની રસીઓ 70 થી 90 ટકા અસરકારક સાબિત થઈ છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, પરંતુ બહુ ઓછા લોકોને આની આડઅસર જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news