તમારો iPhone અસલી છે કે નકલી? આ ટ્રિકથી બે મિનિટમાં મળી જશે પાક્કી જાણકારી

Fake iPhone Identification: અસલી આઈફોન મૉડલમાં જે રેયર પેનલ આપવામાં આવે છે તે ગ્લાસની હોય છે. અને તેને જોઈને અથવા અડીને આસાનીથી ઓળખી શકાય છે. જ્યારે નકલી આઈફોન મૉડલમાં રેયર પેનલ પ્લાસ્ટિકની બની  હોય છે. જો તમે ધ્યાન આપો તો પકડી શકો છો.

તમારો iPhone અસલી છે કે નકલી? આ ટ્રિકથી બે મિનિટમાં મળી જશે પાક્કી જાણકારી

Fake iPhone Identification: iPhone 13 અને iPhone 14ની ડિમાન્ડ વધતાં ફેક મોડલ્સ પણ માર્કેટમાં ઝડપથી વધી રહ્યા છે. લોકોને અસલી આઈફઓનના નામ પર નકલી આઈફોન આપવામાં આવે છે. અને તેમને ખબર પણ નથી પડતી. ફેક આઈફોન 10 હજારથી 15 હજાર રૂપિયામાં મળી જાય છે. અસલી આઈફોનના નામ પર ગ્રાહકોને નકલી થમાવામાં આવે છે. બંને આઈફોન વચ્ચે સમાનતાઓ હોવાના કારણે બંને વચ્ચે ફર્ક કાઢવામાં લોકોને તકલીફ પડે છે. આવુ આપની સાથે ના થાય તેમાટે અમે સરળ ટિપ્સ લઈને આવ્યા છે. 

આ પણ ખાસ વાંચોઃ

રેયર પેનલ પર અચૂક નજર કરો-
અસલી આઈફોન મૉડલમાં જે રેયર પેનલ આપવામાં આવે છે તે ગ્લાસની હોય છે. અને તેને જોઈને અથવા અડીને આસાનીથી ઓળખી શકાય છે. જ્યારે નકલી આઈફોન મૉડલમાં રેયર પેનલ પ્લાસ્ટિકની બની  હોય છે. જો તમે ધ્યાન આપો તો પકડી શકો છો.

ડિસ્પ્લે ચેક કરવી જરૂરી-
મોટા ભાગે આઈફોનની ડિસ્પ્લે બ્રાઈટ અને સ્મૂધ હોય છે.પરંતુ જો આપના ઘરે એક આઈફોન ડિલીવર થયો છે અને તેના ડિસ્પ્લેમાં આ વસ્તુઓ જોવા ના મળી તો આપ સમજી જાઓ કે તે આઈફોન નકલી હોઈ શકે છે. ફેક આઈફોન મોડલની ડિસ્પ્લે બેકાર અને ડલ હોય છે. અને તે સ્લો પણ હોય છે.જેને તમે સરળતાથી ઓળખી શક્શો.

આ પણ ખાસ વાંચોઃ

સાઈડ પ્રોફાઈલ ચેક કરો-
ફ્રન્ટ અને બેકમાં ડિઝાઈન સરખી હોય છે. જેનાથી નકલી અને અસલી આઈફોનની ઓળખ કરવી અઘરી પડી શકે છે. પરંતુ જો તમે કિનારી ચેક કરો તો કમીઓ જોવા મળશે. કિનારીઓ જોઈને આપ આસાનીથી ઓળખી શક્શો કયો અસલી આઈફોન છે અને કયો નકલી.

એક્સેસરીઝ ચેક કરો-
આઈફોનના બોક્સમાં આમ તો વધારે કઈ મળતું નથી પરંતુ જો તમારી પાસે લાઈટ્નિંગ કેબલ છે તો આપ તેને ચેક કરી શકો છો. ફેક આઈફોનનો લાઈટનિંગ કેબલ થોડો પતલો હોય છે. અને ક્વોલિટી પણ ખરાબ હોય છે .

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news