VIDEO: હથિયારો સાથે નાચવું ભારે પડ્યું MLA 'ચેમ્પિયન'ને, આર્મ્સ એક્ટ સંબંધિત તપાસ શરૂ

ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ 'ચેમ્પિયન'ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા તેમના હથિયાર લહેરાવતા વીડિયો બાદ હવે પોલીસે તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટને લઈને તપાસ શરૂ  કરી દીધી છે.

VIDEO: હથિયારો સાથે નાચવું ભારે પડ્યું MLA 'ચેમ્પિયન'ને, આર્મ્સ એક્ટ સંબંધિત તપાસ શરૂ

દહેરાદૂન: ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ 'ચેમ્પિયન'ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા તેમના હથિયાર લહેરાવતા વીડિયો બાદ હવે પોલીસે તેમના વિરુદ્ધ આર્મ્સ એક્ટને લઈને તપાસ શરૂ  કરી દીધી છે. ભાજપ ઉત્તરાખંડના પ્રભારી શ્યામ જાજૂના જણાવ્યાં મુજબ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને અમર્યાદિત આચરણ કરવાના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. 

જુઓ વીડિયો

વિધાયક કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન દ્વારા હથિયાર લહેરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો. જેની તપાસની સાથે સાથે હરિદ્વાર પોલીસ ચેમ્પિયન પાસે રહેલા હથિયારોની પણ તપાસમાં  લાગી છે. પોલીસ સૌથી પહેલા તેમની પાસેના લાઈસન્સી હથિયારને લઈને તપાસ ચલાવી રહી છે. પોલીસને એવો અંદેશો છે કે દારૂના નશામાં લહેરાવવામાં આવેલા તમામ હથિયારોનું લાઈસન્સ ધારાસભ્ય પાસે નહીં હોય. જો આમ  થયું તો સૌથી પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ઉત્તરાખંડના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયનને પાર્ટીએ હવે બહારનો રસ્તો બતાવી દીધો છે. વીડિયો સામે આવ્યાં બાદથી પાર્ટી હાઈકમાન્ડ ધારાસભ્યની આ હરકતથી ખુબ નારાજ છે. ચેમ્પિયનને સસ્પેન્ડ કરવાની નોટિસ પાઠવી દેવાઈ છે. પાર્ટીએ ધારાસભ્ય પાસે 10 દિવસની અંદર જવાબ માંગ્યો છે. ધારાસભ્ય કુંવર પ્રણવ ચેમ્પિયનને ભાજપે નોટિસ આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે તમને પાર્ટીમાંથી શાં માટે બહાર ન કાઢી મૂકવામાં આવે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news