તમારા બેડરૂમની પર્સનલ વાતો સાંભળી રહ્યું છે 'ગૂગલ', યૂજર્સની ગોપનીયતા પર પ્રશ્નાર્થ
Trending Photos
સૈન ફ્રાંસિસ્કો/નવી દિલ્હી: ગૂગલ માટે કામ કરનાર ત્રીજો પક્ષ એટલે કે કોન્ટ્રાક્ટર્સ સ્માર્ટફોન, હોમ સ્પીકર અને સુરક્ષા કેમેરા પર ગૂગલ અસિસ્ટેંટના માધ્યમથી તમારા બેડરૂમની વાતચીતને ગુપ્ત રીતે સાંભળે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ પ્રકારની રેકોર્ડિંગથી યૂજર્સની ગોપનીયતા પર ગંભીર સવાલ ઉદભવે છે. બેલ્ઝિયમના બ્રોડકાસ્ટર વીઆરટી એનડબ્લ્યૂએસના અનુસાર, ગૂગલ હોમ સ્પીકર સાથે યૂજર્સની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે અને ઓડિયો ક્લિપ સબ-કોન્ટ્રાક્ટર્સને મોકલવામાં આવે છે, જે ગૂગલની સ્પીચ રિકગનિશનમાં સુધારા માટે ઓડિયો ફાઇલ બાદમાં ઉપયોગ કરવા માટે ટ્રાંસક્રિપ્ટ કરી રહ્યા છે.
એક હજારથી વધુ અંશોને સાંભળવામાં સક્ષમ
એક વ્હિસિલબ્લોઅરની મદદથી વીઆરટી એનડબ્લ્યૂએસ ગૂગલ આસિસ્ટેંટના માધ્યમથી રેકોર્ડ કરવામાં આવેલા હજારથી વધુ અંશો સાંભળવામાં સક્ષમ રહ્યા. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું, 'આ રેકોર્ડિંગમાં આપણે એડ્રેસ અને સંવેદનશીલ જાણકારી સ્પષ્ટ સાંભળી શકો છો. આ વાતચીતમાં સામેલ લોકોની ઓળખ કરવા અને ઓડિયો રેકોર્ડિંગથી તેને મેચ કરવું સરળ થઇ ગયું છે.
પતિ-પત્નીની વચ્ચે થયેલી ચર્ચાની ખબર પડી
વીઆરટીએ કહ્યું 'કેટલાક પુરૂષોએ પોર્નની શોધ કરી, પતિ-પત્ની વચ્ચે ચર્ચા, અને અહીંયા સુધી કે એક કેસ જેમાં એક મહિલા ઇમરજન્સી સ્થિતિમાં હતી, આ બધી વાતોની ખબર અમને રેકોર્ડિંગથી ખબર પડી. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે વ્હિસલબ્લોઅરે વીઆરટીને જે પ્લેટફોર્મને બતાવ્યું હતું, તેની પાસે આખી દુનિયાનું રેકોર્ડિંગ ઉપલબ્ધ હતી.
આંતરરાષ્ટ્રીય ડેટા નિગમ (આઇડીસી)ના અનુસાર ભારતમાં, અમેઝોન ઇકોએ 2018 માં 59 ટકા શેર સાથે ભારતીય સ્માર્ટ સ્પીકર બજારનું નેતૃત્વ કર્યું, ત્યારબાદ ગૂગલ હોમ 39 ટકા યૂનિટ શેર સાથે ઉપલબ્ધ રહ્યું. દેશમાં 2018માં કુલ 753 હજાર એકમો મોકલવામાં આવી. ગૂગલ હોમના મિની તથા અન્ય બધા સ્માર્ટ સ્પીકર મોડલ વેચાઇ ગયા અને તે એક ટોચના વિક્રેતાના રૂપમાં ઉભર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે