Uttarakhand ના CM તીરથ સિંહ રાવત કોરોના પોઝિટિવ, PM મોદી સાથે થવાની હતી મુલાકાત
Trending Photos
દહેરાદૂન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ તીરથ સિંહ રાવતે પોતે ઓફિશિયલ ટ્વિટર એકાન્ટથી આ જાણકારી આપી.
સીએમ તીરથ સિંહ રાવતે ટ્વીટ કરીને કહ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી. ડોક્ટર્સની નિગરાણીમાં મે મારી જાતને આઈસોલેટ કરી છે. તમારામાંથી જે કોઈ છેલ્લા કેટલાક દિવસોમાં મારી નજીક સંપર્કમાં આવ્યા હોવ તો કૃપા કરીને સાવધાની વર્તો અને તમારી તપાસ કરાવો.
मेरी कोरोना टेस्ट रिपोर्ट पॉजिटिव आई है। मैं ठीक हूँ और मुझे कोई परेशानी नहीं है । डॉक्टर्स की निगरानी में मैंने स्वयं को आइसोलेट कर लिया है ।आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं।
— Tirath Singh Rawat (@TIRATHSRAWAT) March 22, 2021
અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતની આજથી 3 દિવસ બાદ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થવાની હતી. પરંતુ તે પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ નીકળ્યા. તીરથ સિંહ રાવતે હાલમાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો છે. પરંતુ સીએમ બનતાની સાથે જ વિવાદમાં સપડાયા. ફાટેલા જીન્સ પર તેમના નિવેદનની ખુબ ટીકા થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે