Mohan Delkar Suicide Case: દમણ અને સેલવાસમાં બંધનું એલાન, 144 ની કલમ લગાવાઈ
સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત (Mohan Delkar Suicide Case) મામલે બંને સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે આરોપીઓને સજા મળે તે માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પૂતળા દહન, રેલી યોજી વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે
Trending Photos
નિલેશ જોશી/ દમણ: સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત (Mohan Delkar Suicide Case) મામલે બંને સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે આરોપીઓને સજા મળે તે માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પૂતળા દહન, રેલી યોજી વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ સ્વ. સાંસદ મોહન ડેલકરની માસિક પુણ્યતિથી હોવાથી દમણ (Daman) અને સેલવાસમાં (Silvassa) બંધનું એલાન (Bandh Nu Elan) કરવામાં આવ્યું હતું. જેને પગલે સવારથી જ દમણ અને સેલવાસમાં બંધની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે.
સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત (Mohan Delkar Suicide Case) મામલે દમણ અને સેલવાસમાં બંધના એલાનને (Bandh Nu Elan) લઇ લોકોએ સ્વંભુ દુકાનો, બાર- રેસ્ટોરન્ટ બંધ રાખ્યા છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દમણ (Daman) અને સેલવાસમાં (Silvassa) 144 ની કલમ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે બંધને સફળ બનાવવા અને સાંજે શ્રદ્ધાંજલિ (Tribute) કાર્યક્રમ આપવા લોકો આતુર બન્યા છે. પરંતુ પ્રસાસને આ કાર્યક્રમ નહીં યોજવા દેવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે.
વર્ષ 1989થી સાંસદ હતા મોહન ડેલકર
મોહન ડેલકર (58) 1989થી દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli) લોકસભા ક્ષેત્રની સાંસદ છે. તેઓ અહીંથી 7 વખત ચૂંટાયા છે. તેઓ 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ વર્ષ 2019ની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણી જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે