Uttarakhand: ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ ભારે તબાહી, 3 મૃતદેહો મળી આવ્યા, 150 મજૂરો ગુમ
ઉત્તરાખંડના ચમોલી (Chamoli) જિલ્લાના જોશીમઠમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તબાહી મચી છે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગ્લેશિયર તૂટવાના કારણે રૈણી ગામ પાસે ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટ (Rishiganga Hydro Power Project)ને ખુબ નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. 100થી 150 લોકો ગુમ થયા હોવાની ભીતિ છે. જ્યારે 3 મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી (Chamoli) જિલ્લાના જોશીમઠમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તબાહી મચી છે. ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગ્લેશિયર તૂટવાના કારણે રૈણી ગામ પાસે ઋષિગંગા હાઈડ્રો પ્રોજેક્ટ (Rishiganga Hydro Power Project)ને ખુબ નુકસાન પહોંચ્યું છે. પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં અલર્ટ છે. 100થી 150 લોકો ગુમ થયા હોવાની ભીતિ છે. જ્યારે 3 મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.
3 લોકોના મોત
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી મચેલી તબાહીના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના સમાચાર છે. આઈટીબીપીએ કહ્યું કે ચમોલીના તપોવન વિસ્તારમાં NTPC સાઈટ(NTPC Site) પરથી ત્રણ મૃતદેહો મળી આવ્યા છે.
#WATCH | Water level in Dhauliganga river rises suddenly following avalanche near a power project at Raini village in Tapovan area of Chamoli district. #Uttarakhand pic.twitter.com/syiokujhns
— ANI (@ANI) February 7, 2021
100થી 150 મજૂરો ગુમ છે
ચમોલી જિલ્લામાં પૂરની સ્થિતિમાં આશરે 100થી 150 લોકો ગુમ છે જેમના મોતની આશંકા સેવાઈ રહી છે. આ લોકો ઋષિગંગા પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા.
100-150 casualties feared in the flash flood in Chamoli district: Uttarakhand Chief Secretary OM Prakash to ANI pic.twitter.com/JoR76lWEAb
— ANI (@ANI) February 7, 2021
ધૌલીગંગા નદીમાં પૂર
ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે અને પાણી ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આસપાસના લોકોને હટાવવામાં આવી રહ્યા છે. અનેક ઘરો વહી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોશીમઠ નજીક બંધ તૂટવાના પણ અહેવાલ છે. સમાચાર એજન્સી ભાષાના જણાવ્યાં મુજબ નંદાદેવી રાષ્ટ્રીય પાર્કથી નીકળનારી ઋષિગંગાના ઉપરના જળગ્રહણ ક્ષેત્રમાં તૂટેલી હિમશીલાથી આવેલા પ્રલયના કારણે ધૌલગંગા ઘાટી અને અલકનંદા ઘાટીમાં નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
Am constantly monitoring the unfortunate situation in Uttarakhand. India stands with Uttarakhand and the nation prays for everyone’s safety there. Have been continuously speaking to senior authorities and getting updates on NDRF deployment, rescue work and relief operations.
— Narendra Modi (@narendramodi) February 7, 2021
સતત સ્થિતિનું મોનિટરિંગ-PM મોદી
પીએમ મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તરાખંડની કમનસીબ ઘટનાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. આખો દેશ અત્યારે ઉત્તરાખંડની પડખે છે અને દરેકની સલામતી માટે દેશ પ્રાર્થના કરે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત વાત કરી રહ્યો છું અને NDRF ની તૈનાતી, બચાવ અને રાહત કાર્યો પર અપડેટ લઈ રહ્યો છું.
અમિત શાહે કહ્યું- યુદ્ધના સ્તરે થઈ રહ્યું છે બચાવ કાર્ય
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ઉત્તરાખંડમાં કુદરતી આફતની સૂચના અંગે મે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, DG ITBP, DG NDRF સાથે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સુરક્ષિત કરવા માટે યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. NDRF ની ટીમો બચાવકાર્ય માટે નીકળી ગઈ છે. દેવભૂમિને દરેક શક્ય મદદ અપાશે. NDRFની કેટલીક ટીમો દિલ્હીથી એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની સ્થિતિ સતત મોનિટર કરી રહ્યા છીએ.
NDRF की कुछ और टीमें दिल्ली से Airlift करके उत्तराखंड भेजी जा रही हैं। हम वहाँ की स्थिति को निरंतर मॉनिटर कर रहे हैं। https://t.co/BVFZJiHiWY
— Amit Shah (@AmitShah) February 7, 2021
અલકનંદા નદીનો પ્રવાહ સામાન્ય-સીએમ
આ બાજુ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે રાહતના સમાચાર એ છે કે નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. નદીનું જળસ્તર હવે સામાન્યથી એક મિટર ઉપર છે પરંતુ પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ, આફત સચિવ, પોલીસ અધિકારી અને મારી આખી ટીમ આફત કંટ્રોલ રૂમમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
राहत की खबर ये है कि नंदप्रयाग से आगे अलकनंदा नदी का बहाव सामान्य हो गया है। नदी का जलस्तर सामान्य से अब 1 मीटर ऊपर है लेकिन बहाव कम होता जा रहा है। राज्य के मुख्य सचिव, आपदा सचिव, पुलिस अधिकारी एवं मेरी समस्त टीम आपदा कंट्रोल रूम में स्थिति पर लगातार नज़र रख रही है। pic.twitter.com/MoY3LX49rF
— Trivendra Singh Rawat (@tsrawatbjp) February 7, 2021
હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા
ઉત્તરાખંડ (Uttarakhand) સરકારે અકસ્માત અંગે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે મદદ માટે 9557444486 અને 1070 નંબર પર સંપર્ક કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે