Gujarat Local Body Polls: હિન્દીભાષીઓ પર રાજકીય પક્ષોએ મુક્યો કેટલો ભરોસો?

રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસેલા ઉત્તર ભારતીયોએ પણ પોતાની મહેનતના જોરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેને પગલે રાજકીય પાર્ટીઓએ પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવા પ્રવાસી ગુજરાતીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
 

Gujarat Local Body Polls: હિન્દીભાષીઓ પર રાજકીય પક્ષોએ મુક્યો કેટલો ભરોસો?

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ઠંડીની સિઝનમાં પણ ઉનાળા જેવો માહોલ ગરમાઈ રહ્યો છે. ગુજરાતમાં 6 મહાનગર પાલિકામાં ચૂંટણીઓ યોજાનાર છે. જેના માટે ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધાં છે. એટલું જ નહીં આ વખતે ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં દમખમ બતાવવા માટે તૈયાર છે. કેટલાં હિન્દીભાષીઓને આ ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળી છે એ સવાલનો જવાબ પણ જાણવા જેવો છે.

ચૂંટણીમાં રાજકીય પક્ષો ટિકિટોની વહેચણી જ્ઞાતિનું ગણિત, સ્થાનિક રાજકારણ, અનામત બેઠકો, સ્ત્રી-પુરુષ ઉમેદવારોનો રેસિયો, રાજકીય વગ અને લોબિંગના આધારે થતી હોય છે. એવામાં આવખતે રાજકીય પક્ષોએ કેટલાં હિન્દીભાષીઓને તક આપી છે તે મુદ્દો પણ રસપ્રદ છે. એક તરફ પહેલીવાર ગુજરાતમાં ભાજપે પ્રદેશ પ્રમુખ જેવું સૌથી ઉચ્ચુ પદ એટલેકે, આખાય પક્ષની કમાન કોઈ પાટીદાર કે ક્ષત્રિયને સોંપવાને બદલે સી.આર.પાટીલને સોંપી છે. તો બીજી તરફ એ જોવા જેવું છેકે, ભાજપ હોય કે કોંગ્રેસ તેમણે કેટલાં હિન્દી ભાષી ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

ગુજરાતમાં અંદાજે 1 કરોડ હિન્દીભાષીઓ વસે છે
અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતભરમાં એક કરોડ કરતાં વધુ પ્રવાસી ગુજરાતી એટલે કે હિન્દી ભાષીઓ વસે છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો, વટવા, નારોલ, અમરાઈવાડી, બાપુનગર, ચાંદખેડા, સાબરમતી અને મેઘાણીનગર જેવા વિસ્તારો પરપ્રાંતિયોના ગઢ ગણાય છે.

ભાજપે અમદાવાદમાં 16 જ્યારે કોંગ્રેસે 13 હિન્દીભાષીઓને મેદાનમાં ઉતાર્યા
રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસેલા ઉત્તર ભારતીયોએ પણ પોતાની મહેનતના જોરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેને પગલે રાજકીય પાર્ટીઓએ પણ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવા પ્રવાસી ગુજરાતીઓ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેમાં ભાજપે અમદાવાદમાં 16, જ્યારે કોંગ્રેસે 13 હિન્દીભાષીઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

અમદાવાદમાં ભાજપે કોને તક આપી
ભાજપે અમદાવાદ મનપાની ચૂંટણી માટે સરસપુરમાં દિનેશસિંહ કુશવાહ, બાપુનગરમાં પ્રકાશ ગુર્જર, ચાંદખેડામાં પ્રતિમા સક્સેના, અરૂણસિંહ રાજપૂત, સૈજપુરમાં વિનોદકુમારી ચૌધરી, કુબેરનગરમાં પવન શર્મા, અસારવામાં ઓમ પ્રકાશ પ્રજાપતી, શાહીબાગમાં પ્રતિભા જૈન, ઠક્કરનગરમાં હર્ષાબેન ગુર્જર, બહેરામપુરામાં ભરત સરગરા, મણીનગરમાં શીતલ ડાગા, અમરાઈવાડીમાં પ્રતિભા દૂબે, ઓમપ્રકાશ બાગડી, ઓઢવમાં મીનુબેન ઠાકુર, ભાઈપુરામાં મીરા રાજપૂત અને વટવામાં સુશિલકુમાર રાજપૂત જેવા નોન ગુજરાતી સામેલ છે. 

અમદાવાદમાં કોંગ્રેસે કોને તક આપી
કોંગ્રેસે અમદાવાદના ચાંદખેડામાં દિનેશ શર્મા, રાજશ્રી કેસર, સરદારનગરમાં ઓમપ્રકાશ તિવારી, નરોડામાં કિરીટ મેવાડા, કુબેરનગરમાં નિકુલ સિંહ તોમર, અસારવામાં જગદીશ માલી, શાહીબાગમાં રાજૂભાઈ જૈન, મેહન્દ્ર રાજપૂત, બોડકદેવમાં ચેતન શર્મા, બાપુનગરમાં સુરેશ તોમર, અમરાઈવાડીમાં સપના તોમર, વટવામાં પ્રિયંકા રાજપૂત અને રામોલ-હાથીજણમાં રવિના યાદવનું નામ ચર્ચામાં રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news