Uttar Pradesh: અઝાન વિવાદ બાદ હવે 'ગેરકાયદેસર મજારો'નો મુદ્દો ઉઠ્યો, જાણો શું છે મામલો

દેશમાં ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર મુદ્દે ખુબ હંગામો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારો હવે પોત પોતાના સ્તરે આ વિવાદનો અંત લાવવાના પ્રયત્નો પણ કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે રસ્તા પર બનેલી મજારોનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો છે.

Uttar Pradesh: અઝાન વિવાદ બાદ હવે 'ગેરકાયદેસર મજારો'નો મુદ્દો ઉઠ્યો, જાણો શું છે મામલો

દેશમાં ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર મુદ્દે ખુબ હંગામો થઈ રહ્યો છે. જેને લઈને રાજ્ય સરકારો હવે પોત પોતાના સ્તરે આ વિવાદનો અંત લાવવાના પ્રયત્નો પણ કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે હવે રસ્તા પર બનેલી મજારોનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નું કહેવું છે કે યુપીના નોઈડામાં ગેરકાયદેસર રીતે અનેક મજારો બનાવવામાં આવી છે. તેણે આવી મજારોને હટાવવાની માંગણી કરી છે અને જો આમ ન થયું તો રાજ્યવ્યાપી પ્રદર્શનની ચેતવણી પણ ઉચ્ચારી છે. આ સાથે જ સંગઠને પોતાના કાર્યકરો પર થયેલા ખોટા કેસને પાછો ખેંચવાની પણ માંગણી કરી છે. 

વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ ઝોનના મહાસચિવ રાજ કમલ ગુપ્તાએ આ સમગ્ર મામલે શનિવારે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે બજરંગ દળના સભ્ય નોઈડાના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે  બનેલી મજારો વિરુદ્ધ કાર્યવાહીની માંગણી લઈ નોઈડા ઓથોરિટી અને ડીએમને આવેદન આપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઝડપ થઈ. સેક્ટર 30 પોલીસ મથક બહાર વીએપી-બજરંગ દળના કાર્યકરો પર હુમલાની કોશિશ થઈ. રાજ કમલ ગુપ્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસ મથકની બહાર સાદા કપડાંમાં તૈનાત લોકોએ કાર્યકરો સાથે મારપીટ કરી. પોલીસે આ સમગ્ર મામલે પછી કહ્યું કે સાદા કપડાંમાં પોલીસના માણસો છે. 

અત્રે જણાવવાનું કે સેક્ટર 39માં આવેલા પોલીસ મથકમાં પોલીસ અને વીએચપી-બજરંગ દળના કાર્યકરો વચ્ચે જે ઝડપ થઈ હતી તેમાં 5 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે 50થી 60 લોકો વિરુદ્ધ તોફાન કરવા અને ફરજ પર હાજર કર્મીઓ પર હુમલો કરવાના આરોપસર કેસ દાખલ થયો છે. આ સાથે જ બંને સંગઠનના કેટલાક કાર્યકરોને થોડા સમય માટે અટકાયતમાં પણ લેવાયા હતા. 

રાજ કમલ ગુપ્તાએ કહ્યું કે કાર્યકરોને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ નિંદનીય છે.જેમણે પોલીસ મથક બહાર વીએચપી-બજરંગદળના કાર્યકરોની છાતી પર બંદૂક તાણીને હત્યા કરવાની ધમકી આપી હતી તેવા પોલીસકર્મીઓની તરત ધરપકડ થવી જોઈએ. ખોટા આરોપ લગાવનારા પર કાર્યવાહી થવી જોઈએ. જેમ બને તેમ જલદી કેસ પાછા ખેંચવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાએ નોઈડા પોલીસની છબી ખરડી છે. ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે જો આ મામલે ઢીલુ વલણ અપનાવવામાં આવ્યું તો વીએચપી અને બજરંગદળના કાર્યકરો સમગ્ર હિન્દુ સમાજ સાથે રાજ્યવ્યાપી પ્રદર્શન કરવા માટે મજબૂર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news