લગ્નના ફેરા ચાલુ હતા...અચાનક દુલ્હને શું જોયું કે ધડાધડ દાગીના ઉતારીને ફેંકી દીધા, દુલ્હેરાજા આઘાતમાં સરી પડ્યા
યુપીના કાસગંજથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેના વિશે જાણીને ચોંકી જશો. એક લગ્ન સમારોહ ચાલુ હતો જ્યાં વર અને વધુ લગ્નની વિધિઓ પૂરી કરી રહ્યા હતા ત્યાં અચાનક યુવતીએ દાગીના ઉતારીને ફેંકવાના શરૂ કરી દીધા.
Trending Photos
યુપીના કાસગંજથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેના વિશે જાણીને ચોંકી જશો. એક લગ્ન સમારોહ ચાલુ હતો જ્યાં વર અને વધુ લગ્નની વિધિઓ પૂરી કરી રહ્યા હતા ત્યાં અચાનક દુલ્હનનો પ્રેમી ત્યાં આવી ચડ્યો અને જેવો પ્રેમી આવ્યો કે યુવતીએ દાગીના ઉતારીને ફેંકવાના શરૂ કરી દીધા. અફરા તફી વચ્ચે પોલીસને સૂચના મળતા જ તે પણ ત્યાં પહોંચી ગઈ. યુવતી પોતાના પ્રેમી સાથે જવાની જીદ્દે અડી ગઈ. આવામાં દુલ્હેરાજા તો અવાક જ બની ગયા કે આ બધુ શું થઈ રહ્યું છે અને આ બધા વચ્ચે પ્રેમી દુલ્હનને લઈને ત્યાંથી નીકળી ગયો.
મળતી માહિતી મુજબ નગરની એક પોશ કોલોનીની યુવતી નોઈડામાં પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતી હતી. કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો. આ પ્રેમકહાની સાત વર્ષથી ચાલી રહી હતી. બીજી બાજુ યુવતીના સ્વજને તેના લગ્ન નક્કી કરી લીધા. સોમવારે રાતે સોરો માર્ગ સ્થિત એક હોટલમાં લગ્ન સમારોહ હતો જાન અલીગઢથી આવી હતી. સમારોહ ચાલુ હતો. જાનૈયાઓ ભોજન પણ કરી ચૂક્યા હતા.
ચાલુ હતા ફેરા
ફેરાની રસ્મ ચાલુ હતી. પંડિતજી દુલ્હા દુલ્હનને ફેરા ફરાવી રહ્યા હતા. તેઓ બે ફેરા લઈ ચૂક્યા હતા. ત્રીજો ચાલુ હતો અને અચાનક યુવતીનો પ્રેમની ટપકી પડ્યો. તે એકલો હજ હતો. તેના પર નજર પડતા જ ફેરા લઈ રહેલી યુવતી અચાનક ઊભી રહી ગઈ. તેણે આગળ વધવાની ના પાડી દીધી. આ સાથે જ પહેરેલા દાગીના પણ ઉતારીને સ્વજનોને આપવા લાગી. ફૂલોની સજાવટ પણ ઉતારી લીધી. લગ્ન સમારોહમાં અફરાતફરી મચી ગઈ.
આશ્ચર્યચકિત થયો વરરાજા
સ્વજનોને તો યુવતીએ પહેલેથી જ પોતાની પ્રેમકહાની જણાવી દીધી હતી ત્યારે તેઓ સમજી ગયા કે આ બધુ શું થઈ રહ્યું છે. પરંતુ છોકરાવાળા તો સ્તબધ થઈ ગયા. સૂચના મળતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પૂછફરછ બાદ સ્થિતિ સ્પષ્ટથતા દુલ્હા પક્ષને બધુ ખબર પડી ગઈ અને તેઓએ પણ લગ્નની રસ્મો અટકાવી દીધી.
બીજી બાજુ પોલીસની સામે યુવતીએ પોતાની પૂરી પ્રેમકહાની જણાવી અને કહ્યું કે તે તેના પ્રેમી સાથે જ રહેવા માંગે છે. સ્વજનો તેની મરજી વગર કોઈ બીજ સાથે લગ્ન કરાવી રહ્યા છે. આવામાં પોલીસ પણ શાંત થઈ ગઈ અને યુવતી પ્રેમી સાથે કારમાં બેસીને નીકળી ગઈ. પ્રેમી શિકોહાબાદનો છે અને નોઈડામાં નોકરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે