'મમ્મી મને બચાવી લો...' રડતા-રડતા દીકરીનો ફોન આવશે, આ નવો Scam તમારા રૂંવાટા ઉભા કરી દેશે
AI Voice Scam: સાઇબર સ્કેમર્સે લોકોને છેતરવા માટે સાવ નવી રીત અપનાવી લીધી છે. લોગોને તેના પરિવારજનોના અવાજમાં કોલ કરી છેતરવામાં આવી રહ્યાં છે. આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.
Trending Photos
AI Voice Scam: સાઇબર ગુનેગારોએ લોકોને લૂટવા માટે નવી રીત શોધી લીધી છે. આજકાલ સ્કેમના કેસ સતત વધી રહ્યાં છે. ઓનલાઈન સ્કેમ એવી લસ્તું છે, જેમાં તમે એકવાર ફસાયા તો જીવન મુશ્કેલ બની જાય છે. પરંતુ સરકારે સાઇબર ગુનેગારોને રોકવા માટે કડક પગલાં ભર્યા છે, પરંતુ સાઇબર ક્રિમિનલ્સ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને ચૂનો લગાવી રહ્યાં છે.
શું છે ઘટના?
આજકાલ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ લોકોને લૂટવા માટે કરવામાં આવી રહ્યો છે. આવો એક નવો સ્કેમ AI Voice Scam સામે આવ્યો છે, જેમાં ક્રિમિનલ્સ પરિવારજનોના અવાજમાં કોલ કરી લોકોને લૂટી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કાવેરી નામની એક યૂઝરે એઆઈ વોઇસ સ્કેમ વિશે જણાવ્યું છે. કાવેરીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેની પાસે અજાણ્યા નંબરથી કોલ આવ્યો અને ખુદને પોલીસ ઓફિસર જણાવતા કહ્યું કે તમારી મોટી પુત્રી મુશ્કેલમાં ફસાઈ છે.
⚠️Scam Alert⚠️
I got a call about an hour ago from an unknown number. I unusually do not respond to unknown numbers but I don't know what made me answer this call.
On the other end was a guy who said he is a cop and asked me if I knew where my daughter K is. He said K gave...
— Kaveri 🇮🇳 (@ikaveri) March 11, 2024
નકલી પોલીસ બનેલા આ સ્કેમરે જણાવ્યું કે તમારી પુત્રીની તેના ત્રણ મિત્રો સાથે ધરપકડ કરવામાં આવી છે. તેણે એક એમએલએના પુત્રને વીડિયો બનાવી તેને ધમકી આપી છે. ત્યારબાદ સ્કેમર કાવેરીને તેની પુત્રીનો અવાજ સંભળાવે છે, જેમાં તે કહે છે મમી મને બચાવી લો.. અવાજ તેની પુત્રીનો હોય તેવો છે, પરંતુ બોલવાની રીત થોડી અલગ હતી. ત્યારબાદ કાવેરીને શંકા ગઈ કે તેની સાથે સ્કેમ થઈ ગયો છે.
કાવેરીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ પ્રકારના સ્કેમથી બચવાની સલાહ લોકોને આવી છે. કાવેરીની આ પોસ્ટમાં એક્સ પર 7 લાખથી વધુ વ્યૂઝ આવ્યા છે. જો તમે પણ આ પ્રકારના સ્કેમથી બચવા ઈચ્છો છો તો કોઈ અજાણ્યા નંબરથી આવતા લોકને દૂરસંચારે તાજેતરમાં સંચાર સાથી ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ કરો. જે સંબંધીના અવાજમાં કોલ કરવામાં આવ્યો છે, તેને કોલ કરી એકવાર કન્ફર્મ કરો. આ રીતે સ્કેમથી બચવા માટે લોકોએ સાવચેતી રાખવી જોઈએ.
મોબાઈલ નંબર બંધ કરવાના નામ પર છેતરપિંડી
આ સિવાય એક નવા પ્રકારનો સ્કેમ પણ યૂઝર્સ સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરી રહ્યાં છે, જેમાં યૂઝર્સને ટેલીકોમ ડિપાર્ટમેન્ટ તરફથી કોલ કરી નંબર બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારબાદ યૂઝર્સને નંબર ચાલૂ રાખવા માટે દૂરસંચાર વિભાગના IVR માં કોલ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવે છે અને 9 નંબરનું બટન દબાવવાનું કહેવામાં આવે છે. આમ કર્યા બાદ દૂરસંચાર વિભાગના ગ્રાહક સેવા એક્ઝીક્યુટિવ તરીકે સ્કેમર્સ યૂઝર્સ સાથે વાત કરે છે અને તેની અંગત જાણકારી કલેક્ટ કરી સ્કેમને અંજામ આપે છે. તમે આ પ્રકારના સ્કેમ વિશે ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે