UP: જેનો ડર હતો તે જ થવા માંડ્યું, ઓમિક્રોનના જોખમને પગલે નાઈટ કરફ્યૂની જાહેરાત, ખાસ જાણો વિગતો

ભારતમાં બુલેટ ગતિથી ઓમિક્રોન વાયરસ (Omicron) નું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અલર્ટ કર્યા છે. ત્યારબાદ હવે રાજ્યોએ પોતાના સ્તરે પ્રતિબંધો (Covid Restrictions) લગાવવાના શરૂ કરી દીધા છે.

UP: જેનો ડર હતો તે જ થવા માંડ્યું, ઓમિક્રોનના જોખમને પગલે નાઈટ કરફ્યૂની જાહેરાત, ખાસ જાણો વિગતો

નવી દિલ્હી: ભારતમાં બુલેટ ગતિથી ઓમિક્રોન વાયરસ (Omicron) નું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અલર્ટ કર્યા છે. ત્યારબાદ હવે રાજ્યોએ પોતાના સ્તરે પ્રતિબંધો (Covid Restrictions) લગાવવાના શરૂ કરી દીધા છે. ગુજરાત અને મધ્ય પ્રદેશ બાદ ઉત્તર પ્રદેશ સરકારે નાઈટ કરફ્યૂ (Night Curfew in Uttar Pradesh)  લગાવવાનો નિર્ણય કર્યો છે. 

રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જોખમ અને ત્રીજી લહેરના ભણકારાના પગલે ઉત્તર પ્રદેશમાં આવતી કાલ એટલે કે 25 ડિસેમ્બરથી નાઈટ કરફ્યૂ લાગશે. 25 ડિસેમ્બરથી રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દરરોજ યુપીમાં નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. 

સરકારે બહાર પાડી નાઈટ કરફ્યૂ અંગે માર્ગદર્શિકા
ઉત્તર પ્રદેશ સરકારે નાઈટ કરફ્યૂની જાહેરાતની સાથે જ તે અંગે માર્ગદર્શિકાની પણ જાહેરાત કરી દીધી છે. માર્ગદર્શિકા મુજબ રાતે 11 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નહી હોય. જો કે આ દરમિયાન ઈમરજન્સી સેવા ચાલુ રહેશે. આ ઉપરાંત લગ્ન સમારોહના આયોજનમાં કોવિડ પ્રોટોકોલ સાથે 200 લોકોની મંજૂરી રહેશે. આ સાથે આયોજનકર્તાઓએ તેની સૂચના સ્થાનિક પ્રશાસનને ફરજિયાતપણે આપવાની રહેશે. 

બજારોમાં માસ્ક નહીં તો સામાન નહીં
બજારોમાં પણ માસ્ક નહીં તો સામાન નહીં ના સંદેશ સાથે વેપારીઓને જાગૃત કરવાના નિર્દેશ અપાયા છે. રસ્તાઓ, બજારોમાં દરેક જણ માટે માસ્ક જરૂરી છે. દેશના કોઈ પણ રાજ્ય કે વિદેશથી યુપીની સરહદમાં આવનારા દરેક વ્યક્તિની ટ્રેસિંગ-ટેસ્ટિંગના નિર્દેશ અપાયા છે. આ સાથે જ  બસ, રેલવે અને એરપોર્ટ પર વધારાની સતર્કતા વર્તવામાં આવશે. 

ભારતમાં ઓમિક્રોનના કેસ 358 થયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,650 કેસ નોંધાયા છે. જ્યારે 7,051 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક દિવસમાં 374 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,79,133 પર પહોંચ્યો છે. હાલ 77,516 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 358 કેસ નોંધાયા છે અને 114 રિકવર પણ થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 88 લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. જ્યારે દિલ્હીમાં 67 કેસ નોંધાયા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં કોરોના રસીના 1,40,31,63,063 ડોઝ આપવામાં આવ્યા છે.

મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્ર સરકારે જિલ્લાના વહીવટી અધિકારીઓને વેન્ટિલેટર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે સૂચનાઓ આપી છે. BMC એ 31 ડિસેમ્બર સુધીમાં 16000 બેડ તૈયાર કરવાનું કહ્યું છે. જેમાંથી 3500 વેન્ટિલેટર બેડ હશે. મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જમ્મુએ વધાર્યા કોરોના પ્રતિબંધો
ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને અને તેના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારોએ તેમના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ પ્રશાસન આ દિશામાં સતર્ક છે. જમ્મુમાં રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. 

ગુજરાતમાં નાઇટ કર્ફ્યુ લાગુ
ગુજરાતમાં ઓમિક્રોનના ખતરાને જોતા 8 મોટા શહેરોમાં 31 ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં રાતના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ ચાલુ રહેશે.

તેલંગાણામાં પણ વધ્યા પ્રતિબંધો
તેલંગાણામાં ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા હૈદરાબાદ હાઈકોર્ટે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મધ્યપ્રદેશમાં પણ લાદવામાં આવ્યું નાઇટ કર્ફ્યુ
મધ્યપ્રદેશમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે રાજ્યમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરતા, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે કર્ફ્યુ રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. જણાવી દઈએ કે 17 નવેમ્બરે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news