પેપર લીકમાં મોટો ધડાકો, સૌરાષ્ટ્ર યુનિ.નું પેપર પણ સૂર્યા ઓફસેટમાં છપાયુ હતું

વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યુ (paper leak) અને રદ્દ (exam cancel) થઈ ગયું. આ વખતે જે પેપર ફૂટ્યું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ની પરીક્ષાનું છે અને આ પેપર પણ હેડ ક્લાર્ક પરીક્ષા (head clerk paper leak) થી ચર્ચામા આવેલી સૂર્યા ઑફસેટમાં જ છપાયું હતું. પેપર લીક કરનાર ક્લાર્ક સહિત આઠની અટકાયત કરવામાં આવી છે.રાજકોટની ગીતાંજલી અને અમરેલીના બાબરાની એક કોલેજમાં આ પેપર ફૂટ્યું હતું. ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com. સેમેસ્ટર ત્રણનું અર્થશાસ્ત્રનું પેપર હતું. જે પરીક્ષા પહેલા જ રાજકોટની ગીતાંજલિ કોલેજના ગ્રુપમાં ફૂટી ગયું. આમ આદમી પાર્ટીએ પેપર ફૂટ્યાની ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે 10 વાગ્યે પેપર હતું પરંતુ ગ્રુપમાં પેપર સવારે 9 વાગ્યેને 11 વાગ્યે જ લીક થઈ ગયું હતું. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યાંથી પેપર લીક થયું, સિસ્ટમમાં ક્યાં ખામી રહી ગઈ કે, પરીક્ષા આપનારા 58 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું.
પેપર લીકમાં મોટો ધડાકો, સૌરાષ્ટ્ર યુનિ.નું પેપર પણ સૂર્યા ઓફસેટમાં છપાયુ હતું

ગૌરવ દવે/રાજકોટ :વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યુ (paper leak) અને રદ્દ (exam cancel) થઈ ગયું. આ વખતે જે પેપર ફૂટ્યું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) ની પરીક્ષાનું છે અને આ પેપર પણ હેડ ક્લાર્ક પરીક્ષા (head clerk paper leak) થી ચર્ચામા આવેલી સૂર્યા ઑફસેટમાં જ છપાયું હતું. પેપર લીક કરનાર ક્લાર્ક સહિત આઠની અટકાયત કરવામાં આવી છે.રાજકોટની ગીતાંજલી અને અમરેલીના બાબરાની એક કોલેજમાં આ પેપર ફૂટ્યું હતું. ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com. સેમેસ્ટર ત્રણનું અર્થશાસ્ત્રનું પેપર હતું. જે પરીક્ષા પહેલા જ રાજકોટની ગીતાંજલિ કોલેજના ગ્રુપમાં ફૂટી ગયું. આમ આદમી પાર્ટીએ પેપર ફૂટ્યાની ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે 10 વાગ્યે પેપર હતું પરંતુ ગ્રુપમાં પેપર સવારે 9 વાગ્યેને 11 વાગ્યે જ લીક થઈ ગયું હતું. ત્યારે સવાલ એ છે કે આખરે ક્યાંથી પેપર લીક થયું, સિસ્ટમમાં ક્યાં ખામી રહી ગઈ કે, પરીક્ષા આપનારા 58 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું.

રાજકોટની સૌથી મોટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીકકાંડમાં બી.કોમ અર્થશાસ્ત્રનું સેમ 3નું પેપર લીક કરાયુ હતું. આ મામલામાં ક્લાર્ક સહિત 8 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. સાથે જ ગીતાંજલી કોલેજ અને બાબરાની કોલેજમાંથી પેપર ફૂટ્યું હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. 

No description available.

3 તારીખે ફરી લેવાશે પરીક્ષા
સમગ્ર પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ કહ્યુ હતું કે, પેપર લીક બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પેપર રદ્ કરવામાં આવ્યું છે. આગામી 3 તારીખે ફરી પેપર લેવામાં આવશે. જે વિદ્યાર્થો પરીક્ષા આપી એ જ વિદ્યાર્થો પરીક્ષા આપી શકશે. પોલીસ રિપોર્ટના આધારે કોલેજ સામે કોઈપણ દોષિત સામે યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં આવશે. હું અત્યારે પોલીસના સંપર્કમાં છું. કોલેજની સંડોવણી હશે તો લાગતા વળગતા સામે પગલા લઈશું. આ પરીક્ષા L1 માં આવે છે એટલે સૂર્યા ઓફસેટમાં પેપર છપાવવામાં આવે છે.

No description available.

No description available.

આમ આદમી પાર્ટીના ખુલાસા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસે 8 શકમંદોને પકડી લીધા હતા. ગ્રુપમાં પેપર ક્યાંથી આવ્યું તેની પોલીસ તપાસ શરૂ કરી રહી છે. ગ્રુપના જે વ્યક્તિના નંબર પરથી આ પેપર મુકવામાં આવ્યું હતું, તે વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને 58 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી ગયું છે. બેદરકારી જેની પણ હોય પણ અંતે ભોગવવાનું વિદ્યાર્થીઓને આવી રહ્યું છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news