VIDEO: અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો ભારતમાં, PM મોદી સાથે કરી મુલાકાત
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતના ત્રણ દિવસના પ્રવાસે મંગળવારે રાતે નવી દિલ્હી પહોંચ્યાં. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબધો વધુ મજબુત કરવાનો છે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ભારતના ત્રણ દિવસના પ્રવાસે મંગળવારે રાતે નવી દિલ્હી પહોંચ્યાં. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબધો વધુ મજબુત કરવાનો છે. આજે સવારે દિલ્હી પહોંચતાની સાથે જ માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોનું નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જે સમયે માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે તે વખતે વિદેશ મંત્રી એસ.જયશંકર, NSA અજીત ડોભાલ પણ હાજર હતાં.
#WATCH Delhi: US Secretary of State Mike Pompeo meets Prime Minister Narendra Modi. The US Secretary of State is on a visit to India from June 25-27. pic.twitter.com/NS7fUvEDe6
— ANI (@ANI) June 26, 2019
પીએમ બાદ વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ માઈક પોમ્પિયો વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરશે. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારત અને અમેરકા વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે. આ મુલાકાત પર બધાની નજર છે. આ બેઠકમાં જી-20માં થનારી ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની મુલાકાતનો એજન્ડા પણ નક્કી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે પોમ્પિયોની આ મુલાકાતે ચર્ચા પેદા કરી છે કારણ કે શુક્રવારે જાપાનમાં જી-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થવાની જ છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે કે જ્યારે ગ્લોબલ ડિપ્લોમસી ખુબ નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે. ભારત સામે તમામ તાકાત વચ્ચે સંતુલન જાળવી રાખવાનો મોટો પડકાર છે.
જુઓ LIVE TV
હાલમાં જે રીતે ગ્લોબલ ટ્રેડ વોર ચાલુ છે અને ભારત અને અમેરિકા બંનેએ પોત પોતાની ચાલ પણ ચાલી છે. ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે ભારત તેમની ઈચ્છા મુજબ વેપાર કરે અને અન્ય દેશો સાથે સંબંધો જાળવે. ખાસ કરીને ઈરાનને લઈને ટ્રમ્પ સરકારે આકરું વલણ અપનાવેલું છે. પરંતુ ભારતે અપ્રત્યક્ષ રીતે સંદેશ આપ્યો છે કે તે પોતાના હિતો મુજબ જ સંતુલન જાળવવાની રણનીતિ હેઠળ આગળ વધશે. આ સાથે જ અમેરિકી પ્રશાસનને એવો પણ સંદેશ અપાયો છે કે ભારતના બજારની ઉપેક્ષા કરવાથી ભારત કરતા વધુ નુકસાન અમેરિકાને થશે. સ્પષ્ટ છે કે આ સંજોગોમાં અમેરિકી વિદેશ મંત્રીના ભારત પ્રવાસ અને ટ્રમ્પ-મોદીની મુલાકાત પર બધાની નજર રહેશે.
શુ ઈચ્છે છે અમેરિકા
- ઈરાન પાસેથી ભારત ક્રુડ ઓઈલ ન ખરીદે.
- રશિયા પાસેથી ભારત એસ-400નો કરાર રદ્દ કરીને અમેરિકી વિમાન ખરીદે.
- બારતમાં હુવેઈ પર પ્રતિબંધ લાગે.
- સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ પર ભારતમાં લાઈસન્સ લેવા માટે દબાણ ન થાય.
- અમેરિકા પ્રોડક્ટ્સ પર ટેક્સના દરોમાં ભારે છૂટ મળે.
ભારત શું ઈચ્છે છે
- એચ-1 બી વિઝા મામલે ભારતની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે.
- ટ્રેડ વોર વચ્ચે ભારતને મળેલી તમામ છૂટને પાછી ખેંચવામાં ન આવે.
- પાકિસ્તાન પર અમેરિકા કડકાઈ વર્તે.
- ધાર્મિક સ્વતંત્રતા પર જે રીતે એકતરફી રિપોર્ટ રજુ થયો તેનાથી બચવામાં આવે.
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં અમેરિકા પોતાનું રોકાણ વધારે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે