US Air force એ કેમ આપી દર્શન શાહને મંજૂરી? તિલકનું શું છે મહત્વ તે ખાસ જાણો 

અમેરિકી વાયુસેનામાં તૈનાત ભારતીયોને તેમની વર્દી સાથે તિલક લગાવવાની ધાર્મિક છૂટ મળી ગઈ છે.

US Air force એ કેમ આપી દર્શન શાહને મંજૂરી? તિલકનું શું છે મહત્વ તે ખાસ જાણો 

નવી દિલ્હી: અમેરિકી વાયુસેનામાં તૈનાત ભારતીયોને તેમની વર્દી સાથે તિલક લગાવવાની ધાર્મિક છૂટ મળી ગઈ છે. આ નિર્ણય એફઈ વોરેન એરફોર્સ બેસ વ્યોમિંગના અમેરિકી વાયુસેનામાં એરમેન દર્શન શાહના કારણે લેવાયો છે. 

દર્શન શાહની માંગણી હતી કે તેમને તિલક લગાવવાની ધાર્મિક છૂટ આપવામાં આવે. તેમની આ માંગણીની સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા પણ થઈ હતી. 22 ફેબ્રુઆરી 2022ના રોજ તેમને યુનિફોર્મ સાથે તિલક લગાવવાની પહેલીવાર મંજૂરી મળી હતી. 

નિર્ણય પર શું કહ્યું દર્શન શાહે?
દર્શન શાહનું કહેવું છે કે ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં રહેતા મારા મિત્રો અને પરિવારજનો એ વાતથી ખુશ છે કે વાયુસેનામાં આ અંગે મોટો નિર્ણય લેવાયો છે. દર્શન શાહના સંપ્રદાયના લીડર ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અનેક હિન્દુ સંતો સાથે તેમને સમર્થન આપ્યું હતું. દર્શન શાહને માઈટી નાઈન્ટીમાં પણ તેમના સપોર્ટર્સનો સાથે મળ્યો. અમેરિકી પ્રશાસનનો આ એક મહત્વપૂર્ણ નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. 

કોણ છે દર્શન શાહ?
દર્શન શાહ ભારતીય મૂળના છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો છે. દર્શને કહ્યું કે દરરોજ કામ કરતી વખતે તિલક ચંદન લગાવવું ખરેખર અદભૂત છે. મારી આસપાસના તમામ લોકો મને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મે આ ધાર્મિક મંજૂરી માટે ખુબ મહેનત કરી છે. આ તિલકે મને અનેકવાર માર્ગદર્શન આપ્યું છે. સનાતન ધર્મમાં તિલક લગાવવાની પરંપરા રહી છે. 

તિલક લગાવવાની મંજૂરી પર શું બોલ્યા દર્શન શાહ?
દર્શન શાહે કહ્યું કે તેઓ આભારી છે કે તેઓ એક એવા દેશમાં રહે છે જ્યાં ધાર્મિક આસ્થા વ્યક્ત કરવાની આઝાદી છે. આ જ વાત આ દેશને મહાન બનાવે છે. આપણે એ ચીજના આભારી હોવું જોઈએ કે અમારી સતામણી થતી નથી. 

સનાતન પરંપરામાં શું છે તિલકનું મહત્વ?
સનાતન પરંપરામાં તિલકનું વિશેષ મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં પૂજા પાઠથી લઈને દરેક શુભ કાર્ય માટે જતી વખતે તિલક લગાવવાની પરંપરા છે. તિલકનો સંબંધ ફક્ત સૌંદર્ય કે શાલીનતા સાથે નથી પરંતુ આધ્યાત્મિકતા સાથે પણ છે. તિલક લગાવવાથી માનસિક એકાગ્રતા વધે છે. તે ગૂડલકનું પણ પ્રતિક કહેવાય છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news