'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ-કાશ્મીર ગણો' UN માં ઉઠેલી આ માંગણીથી ચીનના હોશ ઉડ્યા

જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHC) ના 49માં સત્ર દરમિયાન કાશ્મીરના પ્રમુખ માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો.

'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ-કાશ્મીર ગણો' UN માં ઉઠેલી આ માંગણીથી ચીનના હોશ ઉડ્યા

નવી દિલ્હી: જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHC) ના 49માં સત્ર દરમિયાન કાશ્મીરના પ્રમુખ માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું કે અક્સાઈ ચીનના એક ખુબ મોટા હિસ્સા પર ચીને કબજો કર્યો છે આથી તેને ઔપચારિક રીતે 'ચીનના કબજાવાળા કાશ્મીર' (CoK) તરીકે માન્યતા આપવી જોઈએ. 

સંયુક્ત રાષ્ટ્ર પર અવગણનાનો આરોપ
ચર્ચા દરમિયાન જુનૈદે કહ્યું કે હું મારા પૂર્વજોની જમીન જમ્મુ અને કાશ્મીર મુદ્દે પરિષદનું ધ્યાન ખેંચવા માંગુ છું. જેના પર અનેક વર્ષોથી પરિષદમાં ચર્ચા થતી આવી છે. કુરૈશીએ કહ્યું કે, 'અક્સાઈ ચીન જમ્મુ અને કાશ્મીરના 20 ટકાથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલું છે જે આકારમાં લગભગ ભૂટાન જેટલું છે. સંયુક્ત રાષ્ટ્ર અને તેના વિભિન્ન અંગ જેમ કે માનવાધિકાર પરિષદ (UNHRC) એ જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર હાલ શબ્દાવલીના આધાર પર અક્સાઈ ચીન મુદ્દે ચીનના ગેરકાયદેસર કબજાને સંપૂર્ણ રીતે અવગણના કરી છે.'  તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો જેટલો ગંભીર છે, તેને જોતા આ પ્રકારની ચૂકનો ગંભીર પ્રભાવ પડ્યો છે. 

— Junaid Qureshi (@JQ_plaintalk) March 23, 2022

ચીને કર્યો વિરોધ
જુનૈદ કુરૈશની વાત સાંભળ્યા બાદ ચીને તેનો વિરોધ કર્યો. ચીને કહ્યું કે જુનૈદે જે નિવેદન આપ્યું તે ચીનની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ છે. જે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો ભંગ છે. ચીન ભલામણ કરે છે કે જુનૈદની માંગણીની અવગણના કરવામાં આવે. 

શ્રીનગરના જુનૈદ કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ(EFSAS) ના ડાઈરેક્ટર છે. અત્રે જણાવવાનું કે 1950 ના દાયકામાં ચીને અક્સાઈ ચીન (લગભગ 38,000 વર્ગ કિમીનો વિસ્તાર) પર કબજો કર્યો હતો. હવે આ વિસ્તાર બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય બન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news