અમદાવાદ: 160 કિલો વજનના બાળકની કરાઈ બેરિયાટ્રિક સર્જરી, સાગરનું વજન બન્યું તેનું દુશ્મન
માણસ હેલ્દી (Healthy Man) છે તેની નિશાની તેનું હુષ્ટપુષ્ટ શરીર છે પરંતુ વધુ પડતું વજન (Weight) પણ ક્યારેક માણસ માટે મોટી સમસ્યા બની જાય છે. આવું જ કંઈક અમેરેલીના (Amreli) ધારી ગીર પંથકના ખીચા ગામમાં બન્યું છે
Trending Photos
આશકા જાની/ અમદાવાદ: માણસ હેલ્દી (Healthy Man) છે તેની નિશાની તેનું હુષ્ટપુષ્ટ શરીર છે પરંતુ વધુ પડતું વજન (Weight) પણ ક્યારેક માણસ માટે મોટી સમસ્યા બની જાય છે. આવું જ કંઈક અમેરેલીના (Amreli) ધારી ગીર પંથકના ખીચા ગામમાં બન્યું છે. 13 વર્ષીય સાગર માટે તેનું જ શરીર દુશ્મન સાબિત થયું છે. સાગરનું (Sagar) વજન તેની ઉંમર કરતા ખુબ જ વધારે છે. સાગરનું વજન 160 કિલો જેટલું છે. જેના કારણે સાગરને બેસવા અને ચાલવામાં ઘણી તકલીફ પડી રહી છે.
જો કે, સાગરના વધારે વજન કરતા પણ મોટી સમસ્યા છે કે તેનો પરિવાર ખુબ જ ગરીબ છે. જેના કારણે અત્યાર સુધી તેની બીમારીનો ઈલાજ થઈ શક્યો નહીં. પરંતુ જ્યારે સાગર વિશે રેડિયન્સ હોસ્પિટલના અપૂર્વ વ્યાસને ખબર પડી તો તેમણે સાગરની બેરિયાટ્રિક સર્જરી કરવાનો નિર્ણય કર્યો અને સાગરને તેના દાદા સાથે અમદાવાદ બોલાવ્યો હતો. ત્યારબાદ સાગરની સર્જરી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- ટોક્યો ઓલિમ્પિકમાં અમદાવાદી ગર્લ કરશે ભારતનું પ્રતિનિધિત્વ, માના પટેલ લીધો વેક્સીનનો બીજો ડોઝ
સર્જરી બાદ સાગરને પણ એક આશા બંધાઈ છે કે, હવે તે પણ સામાન્ય બાળકોની જેમ પોતાના પગ પર દોડી શકશે સાથે તે પણ હવે પોતાનું વજન ઉતારવા માટે તેમજ સ્કૂલે જવા માટે તૈયાર છે.
સાગરના દાદા કાળુ ભાઈએ જણાવ્યું હતું કે, સાગરનો જન્મ તો સાવ નોર્મલ બાળકની જેમ થયો હતો અને તે પણ 5 વર્ષ સુધી અન્ય બાળકો સાથે રમતો હતો. પરંતુ તેના માતા-પિતા તરફથી વારસામાં મળેલું શરીર સાગર માટે મુસીબત બનતું ગયું. જેના કારણે સાગર માટે હલનચલન કરવું મુશ્કેલ બનતું ગયું હતું. તો બીજી તરફ તૌકતે વાવાઝોડાને કારણે સાગરનું ઘર પણ તૂટી ગયું હતું.
આ પણ વાંચો:- મધરાત્રીએ યુવકને 15 થી વધુ છરીના ઘા ઝીંકી હત્યારાઓએ કર્યા મેલડી માતાના દર્શન, હત્યા પાછળ હતું આ કારણ
સર્જરી બાદ 5 દિવસ ડોકટર દેખરેખ હેઠળ રહેલા સાગરને અંતે ડાયટ શિડ્યુલ સાથે રજા આપવામાં આવી છે. સાગર ડાયટને અનુસરસે તો તેનું 100 કિલો વજન ઉતરશે અને ફરી એકવાર તે તેના પગ પર દોડી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે