UP Polls: કોંગ્રેસે 89 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, 37 મહિલાઓને આપી ટિકિટ
કોંગ્રેસે યૂપી ચૂંટણી માટે અત્યાર સુધી 255 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાંથી કુલ 103 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ UP Election News: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે 89 ઉમેદવારોની પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે વધુ 37 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. પાર્ટી તરફથી જાહેર કરાયેલી ત્રીજી યાદીમાં પણ મહિલાઓની ભાગીદારી 40 ટકા છે. કોંગ્રેસે યૂપી ચૂંટણી માટે અત્યાર સુધી 255 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાંથી કુલ 103 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. તે અનુસાર અત્યાર સુધી યાદી જાહેર કરવામાં આવી છે.
કોંગ્રેસની ત્રીજી યાદી પ્રમાણે, બેહટથી પૂનમ કામ્બોજ
બિજનૌરથી અકબરી બેગમ, નૂરપુરથી બાલાદેવી સૈની અને હાથરસથી સરોજ દેવીને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય અન્ય મહિલાઓને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં પાર્ટીએ 20 જાન્યુઆરીએ 41 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 16 મહિલા ઉમેદવાર સામેલ હતા. પાર્ટીએ 13 જાન્યુઆરીએ 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 50 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી.
જુઓ કોંગ્રેસની ત્રીજી યાદી
Congress releases third list of 89 candidates for Uttar Pradesh Assembly polls pic.twitter.com/XdJtZwXMmI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2022
કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ થોડા મહિના પહેલાં 'લડકી હું, લડ સકતી હું' અભિયાનની શરૂઆત કરવા સમયે જાહેરાત કરી હતી કે વિધાનસભા ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપવામાં આવશે. આ વખતે પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશની ચૂંટણી લડી રહી છે.
આ પણ વાંચોઃ Punjab Elections 2022: અકાલી દળનો મોટો નિર્ણય, પ્રકાશ સિંહ બાદલ લડશે ચૂંટણી, સિદ્ધુ વિરુદ્ધ મજીઠિયાને ટિકિટ
હજુ સુધી તે સ્પષ્ટ નથી કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ તો સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન સાત માર્ચે થશે. 10 માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે