UP Police Encounter: Kasganj કાંડનો મુખ્ય આરોપી મોતી અથડામણમાં માર્યો ગયો, પોલીસકર્મીની કરી હતી હત્યા
ઉત્તર પ્રદેશના કાસગંજ (Kasganj) માં રવિવારે વહેલી સવારે યુપી પોલીસ (UP Police) અને કાસગંજ કાંડના મુખ્ય આરોપી મોતી (Moti) વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં બદમાશ મોતી માર્યો ગયો.
Trending Photos
કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજ (Kasganj) માં રવિવારે વહેલી સવારે યુપી પોલીસ (UP Police) અને કાસગંજ કાંડના મુખ્ય આરોપી મોતી (Moti) વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં બદમાશ મોતી માર્યો ગયો. અથડામણ દરમિયાન બદમાશ મોતીને ગોળી વાગી હતી.
માર્યો ગયો કાસગંજ હત્યાકાંડનો મુખ્ય આરોપી
એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. જેમાં મુખ્ય આરોપી મોતી (Moti) ને ગોળી વાગી. ત્યારબાદ સારવાર માટે મોતીને હોસ્પિટલ ખસેડાયો. જ્યાં તેનું મોત નિપજ્યું. હોસ્પિટલમાં ડોક્ટરોએ બદમાશ મોતીને મૃત જાહેર કર્યો.
અત્રે જણાવવાનું કે એન્કાઉન્ટર બાદ પોલીસે ઘટનાસ્થળેથી લૂંટાયેલી પિસ્તોલ અને એક તમંચો પણ જપ્ત કર્યા છે. બદમાશ મોતી સિપાઈ દેવેન્દ્ર હત્યાકાંડનો મુખ્ય આરોપી હતી. યુપી પોલીસ અને બદમાશ મોતી વચ્ચે એન્કાઉન્ટર કાસગંજ (Kasganj) માં સિઢપુરા પોલીસ સ્ટેશન હદના કરથલા રોડ પર થયું.
આ રીતે શરૂ થયું હતું એન્કાઉન્ટર
હિસ્ટ્રી શીટર મોતી સાથે પોલીસ અથડામણ રેડ બાદ શરૂ થઈ. જો કે તેના બે ભાઈ ભાગવામાં સફળ રહ્યા. યુપી પોલીસ તેમને પકડવા માટે પૂરેપૂરી કોશિશ કરશે અને જલદી દબોચાઈ જશે.
નોંધનીય છે કે દારૂ માફિયાઓએ કાસગંજમાં પોલીસ ટીમ પર હુમલો કરીને સિપાઈ દેવેન્દ્રને ખુબ માર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું. ત્યારબાદ પોલીસે બદમાશ મોતી પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. બદમાશ મોતી દારૂ માફિયા હતો. મોતી પર એક ડઝનથી વધુ કેસ થયેલા હતા. ગત 9 ફેબ્રુઆરીના રોજ દારૂ માફિયા મોતીએ પોતાના સાથીઓ સાથે મળીને દેવેન્દ્રને મારી નાખ્યો હતો. આ હુમલામાં ઈન્સ્પેક્ટર અશોક પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે