Vivek Oberoi એ વેલેન્ટાઈન ડે પર શેર કરેલો વીડિયો તેના માટે જ બન્યો મુસીબત!, જાણો મુંબઈ પોલીસ વિશે શું કહ્યું?

અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi)  હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો.

Vivek Oberoi એ વેલેન્ટાઈન ડે પર શેર કરેલો વીડિયો તેના માટે જ બન્યો મુસીબત!, જાણો મુંબઈ પોલીસ વિશે શું કહ્યું?

નવી દિલ્હી: અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi)  હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો. વાત જાણે એમ છે કે અભિનેતા વેલેન્ટાઈન ડેના દિવસે નવી હાર્લી ડેવિડસન બાઈક પર પત્ની પ્રિયંકા સાથે રાઈડિંગની મજા માણી રહ્યો હતો. 

જાણો શું કહ્યું વિવેકે
પોતાની ભૂલનો અહેસાસ થતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi)  મુંબઈ પોલીસને ટ્વીટ કરીને કહ્યું કે પ્રેમ અમને કયા વળાંક પર લઈ આવ્યો! હું અને મારી જાન નીકળ્યા હતાં નવી બાઈક પર, હેલ્મેટ વગર કપાઈ ગયું ચલણ. હેલ્મેટ વગર બાઈક ચલાવશો? મુંબઈ પોલીસ તમને પકડી લેશે! આભાર મુંબઈ પોલીસ મને એ અહેસાસ કરાવવા માટે કે સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સુરક્ષિત રહો, હેલ્મેટ અને માસ્ક પહેરો. 

— Vivek Anand Oberoi (@vivekoberoi) February 20, 2021

આ કલમ લાગી
આ મામલે મુંબઈ પોલીસે વિવેક પર આઈપીસીની કલમ 188, 269 મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને એપેડેમિક એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો. આ વીડિયો જૂહુ વિસ્તારનો હતો એટલે આ મામલો જૂહુ પોલીસે નોંધ્યો. ઝી ન્યૂઝની ખબર મુજબ મુંબઈ પોલીસના એક મોટા અધિકારીએ આ ખબરની પુષ્ટિ કરી છે. 

— Vivek Anand Oberoi (@vivekoberoi) February 14, 2021

વિવેકે 14 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો વીડિયો
આ વીડિયોની વાત કરીએ તો વિવેકે આ વીડિયો વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ પોતાના ટ્વિટર વોલ પર શેર કર્યો હતો. જેની સાથે એક રોમેન્ટિક કેપ્શન પણ લખી હતી. જો કે વિવેકે વિચાર્યું નહીં હોય કે આ વીડિયો તેના માટે પરેશાની લઈને આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news