Unnao Case માં મોટો ખુલાસો: ઝેરી આપી કરાઈ છોકરીઓની હત્યા, 2 આરોપીની ધરપકડ

ઉત્તર પ્રદેશ પોલીસે ઉન્નાવ કેસમાં (Unnao Case) મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે, બંને છોકરીઓની હત્યા ઝેર આપી કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી વિનય સહિત તેના સગીર મિત્ર કિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે

Unnao Case માં મોટો ખુલાસો: ઝેરી આપી કરાઈ છોકરીઓની હત્યા, 2 આરોપીની ધરપકડ

લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસે ઉન્નાવ કેસમાં (Unnao Case) મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે, બંને છોકરીઓની હત્યા ઝેર આપી કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી વિનય સહિત તેના સગીર મિત્ર કિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં વિનયે સ્વિકાર્યું છે કે, તેણે પાણીમાં જંતુનાશક દવા મિક્સ કરી પોતાની સાથે લાવ્યો હતો. આ પાણી તેણે છોકરીઓને પીવડાવ્યું, ત્યારબાદ તે બંનેનું મોત થયું.

ફોન નંબર આપવાનો કર્યો હતો ઇનકાર
પૂછપરછ દરમિયાન વિનયે કહ્યું હતું કે, તેની એક છોકરી સાથે મિત્રો છે. તેણે મોબાઈલ નંબર માંગ્યો હતો, જે છોકરીએ આપવાનો ઇનકાર કરી દીધો હતો. વિનય આથી ઘણો ગુસ્સે હતો. જે બાદ તેણે જંતુનાશક દવા પાણીમાં મિક્સ કરી યુવતીને પીવડાવ્યું. જો કે, અન્ય બે છોકરીઓએ પણ આ ઝેરી પાણી પીધું હતું. જે બાદ એક છોકરીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની એકની સારવાર ચાલી રહી છે.

શું હતો સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારના બબુરહા ગામે બુધવાર સાંજે ખેતરમાં ઘાસ લેવા ગયેલી ત્રણ છોકરીઓ ત્યાં બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે સમુદાયિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બે 14 અને 15 વર્ષની કિશોરીઓને મૃત જાહેર કરી હતી. જ્યારે ત્રીજી કિશોરીની (16) હાલત ગંભીર હોવાથી તેને ઉન્નાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તેને કાનપુરમાં રિફર કરાઈ હતી.

કડક સુરક્ષા વચ્ચે થયા અંતિમ સંસ્કાર
આ પછી બંને મૃતક કિશોરીના મૃતદેહને ગુરુવારે સાંજે પોસ્ટ મોર્ટમ બાદ ગામમાં લાવવામાં આવ્યા હતા. આજે સવારે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગામમાં 1 કિલોમીટરની આસપાસ બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, દરેક બેરીકેડ પર લોકોને રોકવા માટે પોલીસ અધિકારી અને મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીઓ ભારે પોલીસ બંદોબસ્ત સાથે હાજર હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news