કાતિલ કોરોનાની અસર ઓછી થતાં આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ ખતમ, સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

જોકે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં યોગી સરકારે લોકોને રાહત આપતા નાઈટ કર્ફ્યૂ ખતમ કરવાની જાહેરાત કરી છે.

કાતિલ કોરોનાની અસર ઓછી થતાં આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ ખતમ, સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય

લખનઉ: દેશમાં હવે ધીરે ધીરે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. તેને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા દરેક પ્રકારના પ્રતિબંધોમાં હવે છૂટછાટ આપવામાં આવી રહી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશે નાઈટ કર્ફ્યૂ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

સાવધાની રાખવી પડશે
જોકે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાયરસના ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં યોગી સરકારે લોકોને રાહત આપતા નાઈટ કર્ફ્યૂ ખતમ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે અગાઉ યૂપીમાં રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ હતો. જોકે, સરકારે તે સમયે સાવધાની રાખવાનો આદેશ પણ જાહેર કર્યો હતો.

ત્રીજી લહેર નરમ પડતા લેવાયો નિર્ણય
તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી ઓછા થઈ રહ્યા હતા. મોતના આંકડાઓમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, કોરોના સંક્રમણ દર પણ ઘણો નીચે જઈ રહ્યો હતો. જ્યારે, ઉત્તર પ્રદેશમાં પણ કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. કોરોનાની ત્રીજી લહેર કમજોર પડતા જ રાજ્ય સરકારે ઘણા પ્રતિબંધોને હટાવવાનું શરૂ કરી દીધું હતું. આ કડીમાં આજે રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂને પણ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

આ ગતિવિધિઓ પરથી હટ્યો પ્રતિબંધ
પ્રદેશ સરકારે નાઈટ કર્ફ્યૂ હટાવતા જ સામાજિક, ખેલ ગતિવિધિઓ, મનોરંજન, લગ્ન સમારોહ, સાંસકૃતિક સમારોહ જેવા પર લાગેલા પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય લીધો છે. તેમાં હવે લોકો પૂર્ણ ક્ષણતાની સાથે સામેલ થઈ શકશે. જોકે, તે દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પુરેપુરું પાલન કરવાનું રહેશે. જ્યારે સ્વીમિંગ પુલ, વોટર પાર્ક, રાજનીતિ રેલી, ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ યથાવત રહેશે. તેના સિવાય રાજ્યમાં તમામ આંગણવાડી કેન્દ્ર 1 માર્ચથી ખોલવામાં આવશે. તેના માટે અલગથી SOP જાહેર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news