અમદાવાદ બ્લાસ્ટના આતંકીના પિતા સપા નેતા... અનુરાગ ઠાકુરે અખિલેશ પર લગાવ્યા મોટા આરોપ
ahmedabad blast case: કેન્દ્રીય મંત્રીએ સપા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સપા એ આજમગઢને આતંકીઓનું ગઢ બનાવી દીધું છે. તેમણે STF અને પોલીસ પર ભરોસો નથી. તૃષ્ટિકરણની રણનીતિના કારણે સપા સરકારમાં આતંકીઓને પનાહ મળે છે.
Trending Photos
લખનઉ: અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો હવે યૂપી ચૂંટણીમાં પણ ગૂંજી રહ્યો છે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે એક આતંકીના પરિવારના તાર સપા સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો તો આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અખિલેશ પર આતંકને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે અખિલેશે નક્કી કર્યું છે, આતંકીઓને બચાવવાના છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે જ્યારે પણ આતંકવાદની વાત આવે છે ત્યારે ભાજપા જીરો ટોલરેંસ રાખે છે, જ્યારે સમાજવાદી પાર્ટી સહયોગવાદનું વલણ ધરાવે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમદાવાદ બ્લાસ્ટના દોષિતોના તાર સીધા સપા નેતાઓ સાથે જોડાયેલા છે. કોર્ટના આદેશ બાદ પણ સપા નેતા અને પાર્ટી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એવામાં સપા દ્વારા આતંકવાદીઓના સંરક્ષણ પર સવાલ ઉઠે છે. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો છે કે અમદાવાદ બ્લાસ્ટના તાર સપા સાથે જોડાયેલા છે અને આતંકિઓમાં સામેલ મોહમ્મદ સૈફના પિતા સપા નેતા છે.
કેન્દ્રીય મંત્રીએ સપા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સપા એ આજમગઢને આતંકીઓનું ગઢ બનાવી દીધું છે. તેમણે STF અને પોલીસ પર ભરોસો નથી. તૃષ્ટિકરણની રણનીતિના કારણે સપા સરકારમાં આતંકીઓને પનાહ મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી છે, જેમણે 2012માં પોતાની ચૂંટણી ઢંઢેરામાં આ વાતની જાહેરાત કરી હતી કે અમારી સરકાર બની તો આતંકીઓ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે અને પોલીસવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લખનઉ અને અયોધ્યામાં જેણે બોમ્બ હુમલા કર્યા, તેણે અખિલેશે છોડાવ્યા. 2013માં સરકાર બનતા જ અખિલેશે આતંકવાદીઓને છોડ્યા હતા. જેના પર કોર્ટે ધ્યાન આપ્યું હતું.
તેમણે ઉમેર્યું કે પીએમ મોદીની આતંકવાદની કમર તોડવાનું અભિયાન સતત ચાલી રહી છે. મોદી સરકાર આતંકવાદને જડ મૂડમાંથી ઉખેડી નાંખવાને લઈને વચનબદ્ધ છે. મોદી સરકારે સિમીને તોડવાનું કામ કર્યું છે. યોગી સરકારની પ્રશંસા કરતા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આતંકીઓ અને માફિયાઓની કમર તોડવાનું કામ યોગી સરકારે કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે