UP: 20થી 25 એપ્રિલ વચ્ચે ચરમ સીમાએ હશે કોરોનાનો પ્રકોપ, જાણો ક્યારથી ઓછા થવા લાગશે કેસ
IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો કે યુપીમાં કોરોના 20થી 25 એપ્રિલ વચ્ચે પોતાની ચરમસીમાએ હશે.
Trending Photos
કાનપુર: કોરોના (Corona Virus) ની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ પાટનગર લખનૌની છે. અહીં રોજે રોજ અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે. આ બધા વચ્ચે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો કે યુપીમાં કોરોના 20થી 25 એપ્રિલ વચ્ચે પોતાની ચરમસીમાએ હશે.
યુપીમાં પીક પર રહેશે કોરોના
પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે યુપીમાં પ્રતિદિન 10 હજાર સંક્રમિત દર્દીઓની સરેરાશથી 20થી 25 એપ્રિલ સુધી કોરોના વાયરસનું સંક્રમણ પોતાના પીક પર રહેશે. ત્યારબાદ ગ્રાફ ફરીથી પડવાનો શરૂ થશે. તેમણે આ રિસર્ચને ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ શેર કર્યો છે. તેમણે કહ્યું કે 'પૂર્વાનુમાન પ્રમાણે 20થી 25 એપ્રિલ વચ્ચે કોરોના સંક્રમણ યુપીમાં પીક પર રહેશે. તે ગણિત વિજ્ઞાનના આધારે કાઢવામાં આવ્યું છે જે સંક્રમણના કેસને જોડે છે. પેરામીટરની વેલ્યુ એસ્ટીમેટ કરે છે ત્યારબાદ તેનો આંકડો કાઢવામાં આવે છે.'
આ તારીખથી ઓછા થવા લાગશે કોરોનાના કેસ
ભારતમાં કોરોનાની પીક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે. ત્યારબાદ કેસ ઓછા થવા લાગશે. આ ગ્રાફ તેમણે ગત વર્ષ ફેલાયેલા સંક્રમણના આધારે બનાવીને તૈયાર કર્યો છે. તેમનું માનવું છે કે આ કોરોના વાયરસ સાત દિવસ સુધી વધુ પ્રભાવી રહેશે. પ્રોફેસરે જણાવ્યું કે દેશમાં જે રાજ્યોમાં કોરોના વાયરસ સૌથી વધુ ઘાતક છે ત્યાંના કેસ અને વાયરસનો અભ્યાસ કરતા તિથિ મુજબ ગ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. દરેક રાજ્ય માટે અલગ અલગ ગ્રાફ તૈયાર કરીને કોરોનાનો પીક ટાઈમ બતાવ્યો છે અને ગ્રાફ નીચે જવાની સંભવિત તિથિ પણ જણાવી છે.
UP ના આ શહેરોમાં સૌથી વધુ કેસ
રિસર્ચ મુજબ યુપીમાં દૈનિક 10 હજારથી વધુ દર્દીઓની સરેરાશથી 20થી 25 એપ્રિલ સુધી કોરોના વાયરસનું સંક્રમણ પોતાના પીક પર રહેશે. ત્યારબાદ ગ્રાફ નીચે જવાનો શરૂ થશે. વાયરસનો પ્રસાર સાત દિવસ સુધી સૌથી વધુ રહેશે અને ત્યારબાદ ધીરે ધીરે કેસની સંખ્યા ઓછી થવાની શરૂ થશે. હાલના સમયમાં યુપીમાં 1,50,676 એક્ટિવ કેસ છે. પ્રદેશમાં લખનઉ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, ગોરખપુર, ઝાંસી, ગાઝિયાબાદ, મેરઠ, લખીમપુર ખીરી, અને જૌનપુરમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ છે.
કયા રાજ્યમાં ક્યારે પીક પર રહેશે કોરોના
પ્રિડિક્શન મુજબ દિલ્હીમાં 20-25 એપ્રિલ દરમિયાન કોરોના સંક્રમણ ચરમસીમાએ રહેશે. ઝારખંડમાં પણ 25-30 એપ્રિલ દરમિયાન કોરોના સંક્રમણ ચરમ પર રહેવાની શક્યતા છે. રાજસ્થાનમાં પણ 25થી 30 એપ્રિલ દરમિયાન કોરોનાનો પીક રહેશે. ઓડિશામાં 26-30 એપ્રિલ, પંજાબમાં કોરોના વાયરસનો ખતરો ચરમ પર મંડરાઈ રહ્યો છે પરંતુ નિયંત્રણ કરવાના ઉપાયોના પગલે ગ્રાફ ઝડપથી પડી રહ્યો છે.
તામિલનાડુમાં હાલ જોખમ નથી પરંતુ અભ્યાસ પર ધ્યાન આપીએ તો 11થી 20 મે વચ્ચે કોરોના સંક્રમણ ચરમસીમાએ રહી શકે છે. આંધ્ર પ્રદેશમાં 1થી 10 મે વચ્ચે સંક્રમણ ચરમ પર રહેશે. દસ હજારની સરેરાશથી કેસ આવવાની આશંકા છે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણ હાલ પ્રારંભિક અવસ્થામાં છે અને 1-5 મે દરમિયાન ચરમસીમાએ જવાની શક્યતા છે.
(અહેવાલ-સાભાર IANS)
PICS: લોકડાઉનમાં મોબાઈલ ગેમ રમવું 15 વર્ષના બાળકને ભારે પડ્યું, જીવ ગુમાવ્યો, માતા-પિતા ખાસ વાંચે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે