VIDEO: આવા શિક્ષક કેવી રીતે ચલાવાય?, DMએ અંગ્રેજી ટીચરને વાંચવાનું કહ્યું તો બોલ્યા-મારું અંગ્રેજી નબળું
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી પ્રાથમિક શાળામાં અચાનક પહોંચી ગયેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવેન્દ્રકુમાર પાંડેએ જ્યારે ત્યાં હાજર મહિલા શિક્ષકને અંગ્રેજીની ચોપડીમાંથી ચાર પાંચ લાઈન વાંચવાનું કહ્યું તો શિક્ષકના તો મોતીયા મરી ગયાં.
Trending Photos
નવી દિલ્હી: દેશનું ભાવિ બાળકો પર રહેલુ છે. જો બાળકોના શિક્ષણ અને ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે તો આગળ જતા આ બાળકોના ભવિષ્યનું શું? દેશનું શું ભવિષ્ય? સરકારી શાળાઓના શિક્ષણની હાલત બદથી બદતર જઈ રહી છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી પ્રાથમિક શાળામાં અચાનક પહોંચી ગયેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવેન્દ્રકુમાર પાંડેએ જ્યારે ત્યાં હાજર મહિલા શિક્ષકને અંગ્રેજીની ચોપડીમાંથી ચાર પાંચ લાઈન વાંચવાનું કહ્યું તો શિક્ષકના તો મોતીયા મરી ગયાં.
જુઓ ચોંકાવનારો VIDEO...
ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ઉન્નાવ (Unnao) ના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવેન્દ્રકુમાર અચાનક જ સિકંદરપુર સરાઉસીની એક સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ગયાં. ત્યાં તેમણે ધોરણ 8માં હાજર મહિલા શિક્ષકને અંગ્રેજીના પાઠ્યપુસ્તકની ચાર પાંચ લાઈન વાંચવાનું કહ્યું. શિક્ષકના તો જાણે મોતીયા મરી ગયાં. તેઓ વાંચી શક્યા જ નહીં. ડીએમનો પીત્તો ગયો અને તેમણે તાબડતોબ શિક્ષકને સસ્પેન્ડ કર્યાં.
જુઓ LIVE TV
ડીએમ પાંડેએ આ ઘટના ઘટી ત્યારે ત્યાં હાજર અન્ય કર્મચારીઓને કહ્યું કે 'આ ટીચર તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ. તે શિક્ષક છે અને વાંચી પણ શકતા નથી. તેઓ અંગ્રેજી પણ વાંચી શકતા નથી.' નવાઈની વાત એ છે કે અંગ્રેજીના શિક્ષક પોતે કહે છે કે તેમનું અંગ્રેજી નબળું છે. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે જે દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની શું હાલત છે. મોટો પગાર લેવા માટે યેનકેન પ્રકારે શિક્ષક બની બેઠેલા બાળકોના ભવિષ્ય સાથે કેવા ચેડા કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે