ગુજરાત વિકાસની હરણફાળ ફરે તે જ મારો પ્રયાસ રહેશે: મુકીમે CS તરીકે પદભાર સંભાળ્યો
રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ (J N singh) નવેમ્બરના અંતમાં નિવૃત્ત થશે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું. હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે અનિલ મુકીમનું (anil mukim) નામ ફાઈનલ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદ માટે અનેક વરિષ્ઠ અધિકારીઓ રેસમાં હતા. જો કે તમામને પછાડીને અનિલ મુકીમે બાજી મારી હતી.
Trending Photos
અમદાવાદ : રાજ્યના મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ (J N singh) નવેમ્બરના અંતમાં નિવૃત્ત થશે. આમ તો તેઓ ગત મેમાં જ વયનિવૃત્ત થઈ ચૂક્યાં હતા, પરંતુ તેમને એક્સટેન્શન અપાયું હતું. હવે તેમના સ્થાને રાજ્યના નવા મુખ્યસચિવ તરીકે અનિલ મુકીમ (anil mukim) નું નામ ફાઈનલ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પદ માટે અનેક વરિષ્ઠ અધિકારીઓ રેસમાં હતા. જો કે તમામને પછાડીને અનિલ મુકીમે (anil mukim) બાજી મારી હતી.
અનિલ મુકીમ(anil mukim) આજે દિલ્હીથી પરત ફર્યા હતા અને આજે જ તેઓ પદભાર સંભાળશે. એરપોર્ટ પર તે આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક વિકસિત રાજ્ય છે. તે ભારતનાં શ્રેષ્ઠ રાજ્યો પૈકી અને વિકસિત રાજ્યો પૈકીનું એક છે. તેનો મહત્તમ વિકાસ થાય તે જ મારુ ધ્યેય રહેશે. આ ઉપરાંત શહેર અને ગામ એક જ સિક્કાની બે બાજુ છે. જેથી કોઇ પણ પ્રકારે બંન્નેનો વિકાસમાં કોઇ ત્રુટી ન રહી જાય તે અમારી પ્રાથમિકતા છે.
અનિલ મુકીમ (anil mukim) રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. 1985ની બેચના અનિલ મુકીમનો (anil mukim) કાર્યકાય ઓગસ્ટ-2020 સુધીનો રહેશે. આ પદ માટે અરવિંદ અગ્રવાલ (arvind agarwal), શાંતનુ ચક્રવર્તી (santanu chakraborty), પૂનમચંદ પરમાર (poonam chand parmar), સંગીતા સિંહ (sangita singh), પંકજ કુમાર (pankaj kumar), ડો. ગુરુપ્રસાદ મોહપાત્ર (guruprasad mohapatra), વિપુલ મિત્રા (vipul mitra), આર.કે. ગુપ્તા (r k gupta) સહિતના ઘણાં અધિકારીઓના ચર્ચાયા હતાં પરંતુ પસંદગીનો કળશ અનિલ મુકીમ (anil mukim) ઉપર ઢોળાયો છે.
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી
ગુજરાત કેડરના 1985 બેચના અનીલ મુકીમ (anil mukim) ભારત સરકારના ખાણ-ખનિજ મંત્રાલયમાં સચિવપદે છે અને તેઓ પીએમ તથા અમિત શાહની ગૂડબુકમાં હોવાથી તેમને ગુજરાતની વહીવટી પાંખના વડા તરીકે નિયુક્ત કરાશે. અનિલ મુકીમ (anil mukim) ઓગસ્ટ-2020માં નિવૃત્ત થવાના છે, આ એવા અધિકારીઓ છે કે, જે વર્ષ મે-2022માં વયનિવૃત્ત થવાના છે. એટલે રાજ્ય સરકારને બે વર્ષ કરતાં વધુ સમય માટે મુખ્ય સચિવ મળશે. અનિલ મુકીમને (anil mukim) દિલ્હીથી રિલિવ કરવાનો ઓર્ડર થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે