Unnao Case: બે છોકરીઓના મોત, ત્રીજી છોકરી મોત સામે ઝઝૂમી રહી છે, ઘટનાસ્થળેથી મળ્યા મહત્વના પુરાવા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) માં અનુસૂચિત જાતિની યુવતીઓના મોતનો મામલો તૂલ પકડી રહ્યો છે. બુધવારે અસોહાના ખેતરમાં ત્રણ અનુસૂચિત જાતિની છોકરીઓ સંદિગ્ધ હાલતમાં મળી હતી. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. જ્યારે એક છોકરી મોત સામે જંગ લડી રહી છે. તેને કાનપુરની રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસે બાળકીને એરલિફ્ટ કરવાની માગણી કરી છે. 

Unnao Case: બે છોકરીઓના મોત, ત્રીજી છોકરી મોત સામે ઝઝૂમી રહી છે, ઘટનાસ્થળેથી મળ્યા મહત્વના પુરાવા

ઉન્નાવ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) માં અનુસૂચિત જાતિની યુવતીઓના મોતનો મામલો તૂલ પકડી રહ્યો છે. બુધવારે અસોહાના ખેતરમાં ત્રણ અનુસૂચિત જાતિની છોકરીઓ સંદિગ્ધ હાલતમાં મળી હતી. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. જ્યારે એક છોકરી મોત સામે જંગ લડી રહી છે. તેને કાનપુરની રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસે બાળકીને એરલિફ્ટ કરવાની માગણી કરી છે. એસપી આનંદ કુલકર્ણીએ ઘટનાસ્થળની નીરિક્ષણ કર્યું અને આસપાસના ગ્રામીણો પાસેથી જાણકારી લીધી. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે ખુબ ઝાગ પડેલું મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ઈન્તેજાર છે. 

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ટ્વીટ કરીને માગણી કરી છે કે બાળકીને દિલ્હી એમ્સ લઈ જવામાં આવે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉન્નાવ કેસની એકમાત્ર સાક્ષી બાળકીને સારી સારવાર તથા સુરક્ષા સૌથી વધુ જરૂરી છે. બાળકીને તત્કાળ એર એમ્બ્યુલન્સથી દિલ્હી AIIMS લઈ જવામાં આવે. ઉત્તર પ્રદેશ સરકારનું અપરાધીઓને સંરક્ષણ અને અપરાધીઓના મામલે સરકારની કાર્યશૈલીને દેશ હાથરસ કાંડમાં જોઈ ચૂક્યો છે. 

આ બાજુ સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને યુવતીને ન્યાય અપાવવાની માગણી કરી છે. સમાજવાદી પાર્ટીએ  કહ્યું કે પુત્રીઓ માટે કાળ બની ચૂકેલા ભાજપ શાસિત યુપીમાં સત્તા સંરક્ષિત નૃશંસ અત્યાચારની એક વધુ વિચલિત કરી દેનારી ઘટનાનું કેન્દ્ર બન્યું ઉન્નાવ! જંગમાં ઝાડ સાથે બાંધીને બે દલિત યુવતીઓની હત્યા, એક અતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ, અત્યંત દુ:ખદ! આરોપીઓને કઠોર સજા આપીને ન્યાય કરવામાં આવે. 

આ બાજુ નેતા જિગ્નેશ મેવાણીએ બાળકીને સારી સારવારની વકીલાત  કરી છે. જિગ્નેશ મેવાણીએ  કહ્યું કે ઉત્તર પ્રદેશના તમામ લોકોને મારી અપીલ છે કે જ્યાં સુધી ઉન્નાવની દુર્ઘટનાની પીડિત બહેનોના આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેમની લાશનો સ્વીકાર ન કરે. ન્યાય માટે દબાણ સર્જે અને એક બહેનને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવે. 

— Jignesh Mevani (@jigneshmevani80) February 17, 2021

કોંગ્રેસ  (Congress) નેતા ઉદિત રાજે કહ્યું કે ઉન્નાવમાં બે દલિત બાળકીઓ મૃત મળી આવી છે. ત્રીજી ગંભીર રીતે ઘાયલ છે. તરત એરલિફ્ટ કરીને એમ્સ, દિલ્હીમાં સારવાર કરાવવામાં આવે. 

ઘટનાની જાણકારી મળતા મોડી રાતે એડીજી ઝોન એસએન સાબત અને આઈજી લક્ષ્મી સિંહે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. એડીજી અને આઈજીએ પરિજનો સાથે વાત કરી અને મામલાની જાણકારી લીધી. જ્યારે પોલીસના ટોચના  અધિકારીઓએ પોલીસકર્મીઓને જરૂરી નિર્દેશ આપ્યા.

પોલીસને પોઈઝનિંગની આશંકા
એસપી આનંદ કુલકર્ણીએ ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું અને આસપાસના ગ્રામીણો પાસેથી જાણકારી લીધી. એસપીએ નિવેદન આપતા કહ્યું કે ઘટનાસ્થળ પર ખુબ ફીણ પડેલું મળ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ પોઈઝનિંગના લક્ષ્ણો છે. ઘટનાને રિકન્ટ્રક્ટ કરીને તથા નિવેદનોથી સાક્ષી ભેગા કરવામાં આવી રહ્યા છે. એસપીએ જણાવ્યું કે બધી પૂછપરછ પ્રાઈમરી સ્ટેજ પર છે. એસપીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અનેક ચીજો ક્લિયર થઈ જશે. 6 ટીમો બનાવવામાં આવી છે. કેસની તપાસ ચાલુ છે. 

શું છે મામલો
અસોહા પોલીસ સ્ટેશન હદની ગ્રામ પંચાયત પાઠકપુરના મજરે બહુરહામાં ગઈ કાલે લગભગ બપોર પછી 3 વાગ્યાની આસપાસ કોમલ (પુત્રી સંતોષ પાસી ઉંમર 16 વર્ષ), કાજલ (પુત્રી સુરજપાલ પાસી ઉંમર લગભગ 13 વર્ષ), રોશની (પુત્રી સૂર્ય બલી ઉંમર લગભગ 17 વર્ષ) બહુરહા નાળા પાસે ખેતરમાં પશુઓને ચરાવવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ ઘરે પાછા ફર્યા નહી. ત્યારબાદ પરિજનો તેમને શોધવા માટે નીકળ્યા. પરિજનોના જણાવ્યાં મુજબ ખેતરમાં ત્રણેય છોકરીઓ કપડાંથી બાંધેલી મૃતપ્રાય જેવી અવસ્થામાં મળી હતી. ત્રણેય કિશોરીઓને પરિજનો સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર અસોહામાં લઈ ગયા. જ્યાં ડોક્ટરોએ કોમલ અને કાજલને મૃત જાહેર કરી. જ્યારે રોશનીને જિલ્લા હોસ્પિટલ રેફર કરી. અહીં તેની ગંભીર હાલત જોતા ડોક્ટરોએ કાનપુરના હેલટ હોસ્પિટલ રેફર કરી. અહીં પણ હાલતમાં સુધારો ન થતા કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news