IPL auction 2021 : હરાજીમાં આ 5 વિદેશી ખેલાડીઓ પર રહેશે બધાની નજર, મળી શકે છે મોટી રકમ

આજે ચેન્નઈમાં આઈપીએલની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી થશે. ભારતીય-વિદેશી મળીને કુલ 292 ખેલાડીઓ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. ત્યારે કેટલાક વિદેશી ખેલાડીઓને ખરીદવા માટે દરેક ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. 

IPL auction 2021 : હરાજીમાં આ 5 વિદેશી ખેલાડીઓ પર રહેશે બધાની નજર, મળી શકે છે મોટી રકમ

ચેન્નઈઃ IPL Auction 2021: આઈપીએલ 2021ના મિની ઓક્શનનું ગુરૂવાર એટલે કે 18 ફેબ્રુઆરીએ આયોજન થવાનું છે. આ વખતે કુલ 292 ખેલાડીઓને હરાજી માટે સામેલ કરવામાં આવ્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો હરાજીમાં તેની સંખ્યા કુલ 128 છે. પરંતુ આઠેય ફ્રેન્ચાઇઝીમાં મળીને કુલ 22 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે. તેવામાં વિદેશી ખેલાડીઓ પર મોટી બોલી લાગવાની સંભાવના છે. આ ખેલાડીઓમાં 5 એવા નામ છે જેના પર સૌથી નજર રહેવાની છે. આ ખેલાડીઓને મોટી રકમ મળી શકે છે. 

ગ્લેન મેક્સવેલ
આઈપીએલ 2021ની હરાજીમાં મેક્સવેલ મોટા વિદેશી ખેલાડીમાં સામેલ છે. આશા કરવામાં આવી રહી છે કે ફ્રેન્ચાઇઝી તેના પર મોટી બોલી લગાવી શકે છે. પરંતુ પાછલી સીઝન તેના માટે સામાન્ય રહી હતી. તેણે 13 મેચમાં માત્ર 108 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. 

સ્ટીવ સ્મિથ
આઈપીએલ 2020ની સીઝન બાદ રાજસ્થાન રોયલ્સે સ્મિથને રિલીઝ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સ્મિથે પાછલી સીઝનમાં 13 મેચમાં 311 રન બનાવ્યા હતા અને તેની ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી નહીં. આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના શાનદાર પ્રદર્શનને કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમો તેના પર દાવ લગાવી શકે છે. 

શાકિબ અલ-હસન
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી થઈ ચુકી છે અને તેવી શક્યતા છે કે હરાજીમાં તેની ડિમાન્ડ રહેશે. પોતાની ઓલરાઉન્ડર ક્ષમતાને કારણે તે ટીમને સંતુલન આપે છે અને આ વાત તેના પક્ષમાં જાય છે. સફેદ બોલ ક્રિકેટમાં શાકિબ વિશ્વના દમદાર ઓલરાઉન્ડરોમાં સામેલ છે. 

ક્રિસ મોરિસ
સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને પાછલા વર્ષે આરસીબીએ 10 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તેણે પાછલી સીઝનમાં 9 મેચમાં 12 વિકેટ ઝડપી અને 34 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધો હતો. ક્રિસ મોરિસ બોલિંગની સાથે પોતાની તોફાની બેટિંગ માટે પણ જાણીતો છે. આવા પ્રકારના ખેલાડીઓની ટીમને જરૂર પણ હોય છે. તેવામાં તેને પણ મોટી રકમ મળવાની સંભાવના છે. 

કાઇલ જેમિન્સન
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કાઇલ જેમિન્સનને ગૌતમ ગંભીરે આઈપીએલનો આગામી આંદ્રે રસેલ ગણાવ્યો છે. તે 75 લાખની બેઝ પ્રાઇઝની સાથે આઈપીએલ હરાજીમાં પ્રથમવાર સામેલ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરી આ યુવા ખેલાડીએ બધાને પ્રભાવિત કર્યા છે. તે આ વખતે હરાજીમાં દરેક ટીમના હિટ લિસ્ટમાં હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news