લોકસભા ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, LPG પર મળતી સબસિડી લંબાવાઈ

સરકાર આ યોજના હેઠળ મળનાર રસોઈ ગેસ સિલિન્ડર પર સબસિડીને 31 માર્ચ 2025 સુધી વધારી દીધી છે. આ નિર્ણય બાદ દેશના 9 કરોડથી વધુ લાભાર્થીઓને ફાયદો થશે. 
 

લોકસભા ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, LPG પર મળતી સબસિડી લંબાવાઈ

PM Ujjwala Yojana: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે એલજીપી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડીને એક વર્ષ માટે વધારી દીધી છે. સામાન્ય એલપીજી ગ્રાહક હોય કે પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થી બંનેને 31 માર્ચ 2025 સુધી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

31 માર્ચ સુધી મળતી મળશે સસ્તો સિલિન્ડર
29 ઓગસ્ટ 2023ના મોદી સરકારે મોંઘા એલપીજીથી પરેશાન લોકોને એલજીપી સિલિન્ડર રિફિલ કરાવવા પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો હતો. જેની મર્યાદા 31 માર્ચ 2024 સુધી હતી. પરંતુ લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત બાદ દેશમાં આચાર સંહિતા લાગૂ થઈ જશે. તેવામાં આ યોજનાની મર્યાદા સરકારે વધારી દીધી છે. 

— ANI (@ANI) March 7, 2024

પહેલા 200 રૂપિયા હતી સબસિડી
પાછલા વર્ષ સુધી આ યોજના હેઠળ લાભાર્થીઓને 200 રૂપિયાની સબસિડી મળતી હતી. પરંતુ ઓક્ટોબર 2023માં સબસિડીની રકમ 100 રૂપિયાથી વધારી 300 રૂપિયા કરી દેવામાં આવી હતી. ભારત સરકાર વર્તમાનમાં લાભાર્થીઓને એક વર્ષમાં 12 રિફિલ પર આ સબસિડી આપે છે. 

2016માં શરૂ થઈ હતી યોજના
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મે 2016માં શરૂ થઈ હતી. આ યોજના અંતર્હત ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં આવે છે. 31 ઓક્ટોબર 2023 સુધી 9.67 કરોડ એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પાછલા વર્ષે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2023-2024થી 2025-2026 સુધી ત્રણ વર્ષમાં 75 લાખ એલજીપી કનેક્શન જારી કરવા માટે યોજનાના વિસ્તારને મંજૂરી આપી હતી. આ 75 લાખ કનેક્શન ઈશ્યૂ થયા બાદ ઉજ્જલા લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news