ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?

રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?
ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ, કેન્દ્રીય મંત્રીનો વોઈસ ક્લિપ અંગે સવાલ-કોણે રેકોર્ડ કરી?

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) માં સરકાર પાડવાની કોશિશ અંગે કથિત વાયરલ થયેલી બે ઓડિયોની તપાસ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ને નોટિસ મોકલી છે. એસઓજીની નોટિસ પર કેન્દ્રીય મંત્રી શેખાવતા તપાસ એજન્સીને કેટલાક સવાલ પૂછતા કહ્યું કે કોણે આ ઓડિયો રેકોર્ડ કર્યો? કોની મંજૂરીથી તે રેકોર્ડ થયો?

કેન્દ્રીય મંત્રી શેખાવતે જણાવ્યું કે રાજસ્થાન પોલીસના એસઓજીએ મારા અંગત સચિવના માધ્યમથી એક નોટિસ મોકલી છે. નોટિસમાં તેમણે મને પોતાનું નિવેદન અને અવાજના નમૂનો રેકોર્ડ કરવાનું કહ્યું છે. 

— ANI (@ANI) July 20, 2020

શેખાવતે કહ્યું કે પહેલા હું તે ઓડિયો ક્લિપ્સની પ્રમાણિકતા ચેક કરવા માંગુ છું કે કોની મંજૂરીથી તેને રેકોર્ડ કરાયા. કોના કહેવાથી રેકોર્ડ કરાયા. પહેલા તેમણે પ્રમાણિકતાથી સાથે આવવું જોઈએ. હું અગાઉ કહી ચૂક્યો છું કે મારા દરવાજા  કોઈ પણ પ્રકારની તપાસ માટે ખુલ્લા છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોંગ્રેસે રવિવારે કેન્દ્રીય મંત્રી ગજેન્ગ્ર સિંહ શેખાવતના રાજીનામાની માગણી કરતા કહ્યું કહ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પાડવાની કોશિશ સંબંધિત ઓડિયો ક્લિપમાં તેમનો અવાજ હોવાના કારણે તેમને પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ બાજુ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઓડિયો ક્લિપની પ્રમાણિકતા પર ભાજપ દ્વારા ઉઠાવાયેલા સવાલોને ફગાવતા એક ટીવી ચેનલને કહ્યું કે જો આ 'મનગઢંત ટેપ' હોય તો તેઓ રાજકારણ છોડવા  તૈયાર છે. આ ઓડિયોમાં કેન્દ્રીય મંત્રી શેખાવતનો કથિત રીતે અવાજ હોવાનું કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news