વેક્સિન પર રાજનીતિઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ ખુબ અપમાનજક

દેશમાં બે વેક્સિનને મંજૂરી મળવાની સાથે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા સહિત સપા પ્રમુખ અખિલેશ યાદવે તેના પર સવાલ ઉઠાવ્યા છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને તેને વળતો જવાબ આપ્યો છે. 
 

વેક્સિન પર રાજનીતિઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ ખુબ અપમાનજક

નવી દિલ્હીઃ ભારતમાં બે કોરોના વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. ડીજીસીઆઈ (Drugs Controller General of India) દ્વારા વેક્સિનને મંજૂરી મળ્યા બાદ દેશમાં તેના પર રાજનીતિ પણ શરૂ થી ગઈ છે. કોંગ્રેસ નેતા શશિ થરૂર અને અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓએ વેક્સિન પર સવાલ ઉઠાવ્યા છે. 

આ મુદ્દાને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન જેમા એક મહત્વપૂર્ણ મુદ્દાનું રાજનીતિકરણ કરવું ખુબ અપમાનજક છે. આ સાથે તેમણે કહ્યું કે, શશિ થરૂર, અખિલેશ યાદવ અને જયરામ રમેશે કોરોના વેક્સિનને મંજૂરી આપવા માટે વિજ્ઞાન સમર્થિક પ્રોટોકોલનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો છે જે સારી વાત નથી. 

મહત્વનું છે કે દેશમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા નિર્મિત કોવેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. 

તો આજે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યુ કે, ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સીન હજુ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં છે. તેવામાં આ વેક્સિનને તેની પહેલા ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે, જે ખતરનાક બની શકે છે. આ સાથે તેમણે ટ્વીટમાં લખ્યુ કે, ડો. હર્ષવર્ધન આ સંબંધમાં સ્પષ્ટીકરણ આપે. કોરોના વેક્સિનની ટ્રાયલ પૂરી થયા સુધી તેના ઉપયોગથી બચવુ જોઈએ. ભારતે આ સમયે એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ઉપયોગ કરવો જોઈએ. 

મહત્વનું છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોરોના વેક્સિનને નકારતા કહ્યું કે, મને ભાજપની વેક્સિન પર વિશ્વાસ નથી. હું આ વેક્સિન લગાવડાવીશ નહીં. આ સાથે તેમણે કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે અમારી વેક્સિન લગાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news