શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, JEE Main ના ત્રીજા-ચોથા તબક્કાની તારીખ કરી જાહેર
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે (Ramesh Pokhriyal) જેઈઈ મેઇન (JEE Main) પરીક્ષાઓના ત્રીજા અને ચોથા તબક્કાની નવી તારીખની જાહેરાત કરી છે. આ પરીક્ષાઓ જુલાઈ મહિનામાં લેવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે (Ramesh Pokhriyal) જેઈઈ મેઇન (JEE Main) પરીક્ષાઓના ત્રીજા અને ચોથા તબક્કાની નવી તારીખની જાહેરાત કરી છે. આ પરીક્ષાઓ જુલાઈ મહિનામાં લેવામાં આવશે.
પરીક્ષાની તારીખ જાણો
શિક્ષણમંત્રી નિશંકે જણાવ્યું હતું. JEE Main પરીક્ષાનો ત્રીજો તબક્કો 20 જુલાઈથી 25 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. તેવી જ રીતે, JEE Main ની ચોથી તબક્કાની પરીક્ષાઓ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.
Under the guidance of Hon'ble Prime Minister Shri @narendramodi Ji, for the safety and bright future of our students, National Testing Agency will be holding the JEE (Main)-2021 Examination. @PMOIndia @HMOIndia @PIB_India @MIB_India @DDNewslive @EduMinOfIn https://t.co/n06cT7pywk
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 6, 2021
વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની તક
સૌથી અગત્યની વાત એ છે કે, જે વિદ્યાર્થીઓને કોઈ કારણસર JEE Main ના ત્રીજા તબક્કાની પરીક્ષા માટે અરજી કરી ન હતી, તેમને NTA બીજી તક આપવા જઈ રહ્યું છે. આવા વિદ્યાર્થીઓ 6 જુલાઈ સાંજે 8 વાગ્યાથી 8 જુલાઈ રાતે 11 વાગ્યાને 50 મિનિટ સુધી પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. તેવી જ રીતે, ચોથા તબક્કાની પરીક્ષા માટે, વિદ્યાર્થીઓ 9 જુલાઈથી 12 જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે