તમામ સાંસદો PMને મળીને રામ મંદિર અંગે કાયદો બનાવવાની માંગ કરે : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ન તો રામ મંદિરનુ નિર્માણ થઇ રહ્યું છે અને ન તો કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે

તમામ સાંસદો PMને મળીને રામ મંદિર અંગે કાયદો બનાવવાની માંગ કરે : ઉદ્ધવ ઠાકરે

મુંબઇ : શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે તમામ સાંસદોને અપીલ કરી કે તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા અને રામ મંદિર માટે લાગુ બનાવવાની માંગ કરે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને રામ મંદિર નિર્માણને એક કાયદો બનાવવાની માંગ કરી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને રામ મંદિર નિર્માણને એક જુમલો ગણાવતા કહ્યું કે, આ અંગે કોઇ કાયદો નહી બને તો ભાજપ 280માંથી માત્ર 2 સીટો પર આવી જશે. 

શિવસેના પ્રમુખે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, રામ મંદિર માટે જે ઇંટ જમા કરવામાં આવી તે વાસ્તવિકતામાં સત્તામાં આવવાની સીડી હતી. એકવાર કહી દો કે રામ મંદિર (નિર્માણ) એક જુમલો હતો અને તમે 280માંથી બે સીટો (લોકસભા) પર આવી જશે. 

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ન તો રામ મંદિરનું નિર્માણ નથી થઇ રહ્યું અને કાશ્મીરની સમસ્યા પણ નથી ઉકલી રહી તો પછી તમારી સત્તા શા કામની. ઉદ્ધવે કહ્યું કે, 2019ની ચૂંટણી નજીક આવી રહી છે. મને તે વાતની ચિંતા છે કે રાજનીતિક દળોનું શું થસે પરંતુ સાથે તે વાતની ચિંતા પણ છે કે જનતા અને દેશનું શું થશે ? 

રાયગઢ જિલ્લાના મહાડમાં શિવસેના કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે આ નિવેદન આપ્યું. શિવસેના અને ભાજપ મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં સહયોગી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર બંન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પાસે લોકસભામાં 272 સીટો છે. રામ મંદિર મુદ્દે અન્ય કેટલીક પાર્ટીઓ પણ ભાજપ પર નિશાન સાધી ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news