ભારત અને કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું
ટોપ-10માં ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાને છે.
Trending Photos
દુબઈઃ કેપ્ટન વિરાટ કોહલી અને તેની ભારતીય ટીમે ગુરૂવારે જાહેર થયાલા જાતા આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન યથાવત રાખ્યું છે. ભારતે હાલમાં આઠમાં રેન્કિંગની ટીમ વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું હતું જેનાથી તેના 116 પોઈન્ટ થયા જે બીજા સ્થાન પર રહેલા દક્ષિણ આફ્રિકા કરતા 10 વધુ છે. કોહલી 935 પોઈન્ટની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત સ્ટીવ સ્મિથ (910 પોઈન્ટ) કરતા 25 પોઈન્ટ આગળ છે.
ચેતેશ્વર પૂજારા 765 પોઈન્ટની સાથે છઠ્ઠા સ્થાન પર છે. બાંગ્લાદેશે બે-બે ટેસ્ટની શ્રેણી માટે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની કરવાની છે. ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ત્રણ ટેસ્ટ માટે ગાલે માટે રવાના થશે, જ્યારે સંયુક્ત અરબ અમીરાતમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.
બાંગ્લાદેશની ટીમ વેસ્ટ ઈન્ડિઝને હટાવીને 8માં સ્થાન પર પહોંચી શકે છે, પરંતુ તે માટે તેણે ચારેય ટેસ્ટ મેચ જીતવા પડશે. ઈંગ્લેન્ડની ટીમ પણ બીજા સ્થાને પહોંચી શકે છે અને તે માટે તેણે શ્રેણી જીતવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે